અમરેલી

કુંકાવાવ તાલુકાના સૌની યોજનાનું પાણી તોરી-રામપુર ગામને પાણી પુરુ પાડવાની શરૂઆત કરાવતા અમરેલી ધારાસભ્ય કૌશિક વેકરિયા

અમરેલી-કુંકાવાવ-વડિયાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિક વેકરિયા દ્વારા રાજ્ય સરકારમાં કરેલ રજૂઆત અન્વયે તા.
૧૫/૦૩/૨૦૨૩ના રોજ સૌની યોજના લીક-૪ પેકેજ ૬ દ્વારા કુંકાવાવ-વડીયા તાલુકાના તોરી-રામપુર ગામે પાણી છોડવામાં આવ્યું. સૌની યોજનાના આ પાણીના કારણે તોરી-રામપુર ગામની જમીનના પાણીના તળ ઉંચા આવશે અને આ તળ ઉંચા આવવાથી ઘરતીપુત્રોને સિંચાઈ માટેના પાણીનો લાભ વધુ મળશે તેમજ આ તળ ઉંચા આવવાથી તોરી-રામપુર ગામમાં પીવાના પાણીની સુવિધામા પણ ખૂબ જ વઘારો થશે.

Related Posts