અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકામાં તથા અમરેલી તાજેતરમાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના તૈયાર થવાના આરે આવેલ પાકો જેવા
કે જીરુ, ઘઉ, ચણા અને ધાણા વિગેરે પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. જેથી ખેડૂતોને આર્થિક રીતે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જેમાં મદદરૂપ
થઇ શકાય તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર કુંકાવાવ-વડીયા અને અમરેલી તાલુકામાં આર્થિક સહાય પેકેજની જાહેરાત કરે તેવી મજબૂત રજૂઆત અમરેલી
વિસ્તારના યુવાન ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવેલ છે.
કુંકાવાવ-વડિયા અને અમરેલી તાલુકામાં માવઠાને કારણે પાકને થયેલ નુકસાનની આર્થિક સહાય આપવા રજૂઆત કરતા અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા

Recent Comments