fbpx
અમરેલી

કુંકાવાવ : હિન્‍દવાપીર આશ્રમ ખાતે ર6 નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલા પાડયા

કુંકાવાવ પાસે આવેલા હિન્‍દવાપીર આશ્રમ અને ભકિતધામ ગૌશાળાના ઉપક્રમે 1રમાં સમૂહલગ્ન યોજાયા હતા. જેમાં ર6 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડયા હતા. આમ આ મંદિર ટ્રસ્‍ટ દ્વારા દર વર્ષે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગરીબ, મઘ્‍યમવર્ગના વાલીઓ, દીકરીઓને ભરપૂર કરીયાવર આપીને ધામેધૂમે લગ્ન કરી આપવામાં આવે છે. આમ આ આશ્રમ દ્વારા ગૌશાળાના લાભાર્થે યોજાતા રામા મંડળના ખર્ચમાંથી દાતાઓના સહયોગ થકી તેમજ સમસ્‍ત ગામના સહકારથી ધામેધૂમે સમૂહલગ્નો યોજયા છે. જેમાં દાતાઓ, સ્‍વયંસેવકો તેમજ અનુયાયી સેવા સાથે સહકાર આપીને સફળ બનાવી રહયા છે. જયારે વધેલી રકમમાંથી ગૌશાળાનું નિર્વાહ કરવામાં આવે છે. આમ કુંકાવાવ અને આસપાસના લોકો માટે આ આશીર્વાદ સમાન રામાપીર મંદિર અને મહંત જસા ભગત સખત મહેનત કરીને ગૌશાળાનો નિભાવ કરીને સમાજ સેવાના કાર્ય પણ સાથે સાથે કરી રહયા છે.

Follow Me:

Related Posts