અમરેલી

કુંકાવાવ લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સનું લોકાર્પણ 

અમરેલી જિલ્લામા શહેરી વિસ્તારમા તો એમ્બ્યુલન્સની મહદઅંશે પુરતી સુવિધા છે. પરંતુ ગ્રામિણ વિસ્તારમા હજુ એમ્બ્યુલન્સની પુરતી સુવિધા નથી. જો કે હવે જિલ્લાના જુદાજુદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા પણ એમ્બ્યુલન્સ ફાળવવામા આવી રહી છે. અમરેલી વડીયા વિસ્તારના ધારાસભ્ય પરેશભાઇ ધાનાણી દ્વારા ધારાસભ્યની ગ્રાંટમાથી લુણીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવામા આવી હતી.

આ એમ્બ્યુલન્સ આવી પહોંચતા આજે ધારાસભ્ય ધાનાણીના હસ્તે તેનુ લોકાર્પણ કરવામા આવ્યું હતુ. આ પ્રસંગે કુંકાવાવ કોંગ્રેસ સમિતિના પ્રમુખ રવજીભાઇ પાનસુરીયા, લુણીધારના સરપંચ રાજુભાઇ દામોદરા, તાલુકા પંચાયતના સદસ્ય ટીસુબાપુ, અજયભાઇ લીંબડીયા, મુકેશભાઇ, જે.કે.પાંચાણી, નિતીનભાઇ ગોંડલીયા, ગૌતમભાઇ વસાવા, અતુલભાઇ પડાયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

Related Posts