સાવરકુંડલામા ગીરધરવાવ નજીક બપોરના અહીથી સાયકલ લઇને પસાર થતા એક આધેડને એસટી બસના ચાલકે હડફેટે લેતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. અકસ્માતની આ ઘટના સાવરકુંડલામા ગીરધરવાવ નજીક બની હતી. બાઢડામા રહેતા એક આધેડ પોતાની સાયકલ લઇને અહીથી પસાર થઇ રહ્યાં હતા. ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલ જામનગર મહુવા રૂટની એસટી બસના ચાલકે તેમને હડફેટે લીધા હતા. અકસ્માતમા આધેડને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. મૃતક આધેડની લાશને પીએમ માટે અહીની કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમા ખસેડવામા આવી હતી. તસવીર-સૌરભ દોશી
કુંડલા નજીક એસટી બસ હડફેટે સાયકલ ચાલકનું મોત

Recent Comments