fbpx
બોલિવૂડ

કુંડલી ભાગ્યનો એક્ટર ધીરજ ધૂપર પિતા બન્યો

ધીરજ ધૂપર અને વિન્ની અરોરા પેરેન્ટ્‌સ બની ગયા છે. વિન્નીએ આજે સવારે (૧૦ ઓગસ્ટ) એક બેબી બોયને જન્મ આપ્યો છે. ‘કુંડલી ભાગ્ય’ ફેમ ધીરજે સોશિયલ મીડિયા પર આ ખુશખબરી ફેન્સની સાથે શેર કરી છે. ધીરજે આ પોસ્ટને પત્ની વિન્નીને પણ ટેગ કરી છે. આ કપલનું પહેલું બેબી છે. ધીરજે એક સુંદર બેકગ્રાઉન્ડવાળા કાર્ડ પર લખ્યું છે, અમને જણાવતા ખુશી થઈ રહી છે કે અમારા ઘરે બેબી બોયનો જન્મ થયો છે. ધીરજે તેમાં આજની તારીખ ૧૦-૦૮-૨૦૨૨ લખી છે અને વિન્ની અને પોતાને પ્રાઉડ પેરેન્ટ્‌સ ગણાવ્યા છે.

તે સાથે જ ધીરજે એક નવી તસવીર શેર કરી છે. આ બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર છે, જેમાં વિન્ની અને ધીરજ ફોટોશૂટ કરાવી રહ્યા છે. તેમાં વિન્નીનો બેબી બમ્પ દેખાય રહ્યો છે. ધીરજે આ પોસ્ટને શેર કરતા ‘ઈટ્‌સ અ બોય’ એટલે કે ‘છોકરાનો જન્મ થયો છે’ લખ્યું છે. તેણે પોતાના કેપ્શનમાં હાર્ટવાળુ ઈમોજી મૂક્યું છે. ધીરજ કપૂરની આ પોસ્ટ પર તેના ફેન્સ, ફોલોઅર્સ અને ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલા મિત્રો તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે, પરંતુ તેની પત્ની વિન્ની અરોરાની કમેન્ટ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.

તેણે એક બેબીવાળા ઈમોજીની સાથે લખ્યું, એક નાનકડા ચહેરામાં ભગવાનની કૃપા. એક્ટ્રેસ રિધિમા પંડિતે તેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા લખ્યું, વાહ તમને બંનેને શુભેચ્છા. ‘કુંડલી ભાગ્ય’માં ધીરજની કો-એક્ટ્રેસ સુપ્રિયા શુક્લાએ પણ કપલને શુભેચ્છા પાઠવી છે અને બેબીને આશીર્વાદ આપ્યા છે. તેણે બ્લેસિંગવાળા ઈમોજીની સાથે લખ્યું, ભગવાન ભલુ કરો…તમને ત્રણેયને પ્રેમ…મમ્મી-પપ્પા…અને બેબી બોયને. ટીવીની શાઈની દોશીએ લખ્યું, શુભેચ્છા મિત્રો, બેબીને ઘણો બધો પ્રેમ. જલ્દી મળીએ છીએ. તે સિવાય ટીના દત્તા, અદા ખાન, દૃષ્ટિ ધામી અને અન્ય ઘણા સેલેબ્સે પણ કપલને શુભેચ્છા પાઠવી છે. વિન્ની અરોરા છેલ્લે વેબ સિરીઝ ‘પતિ પત્ની ઔર વો’માં જાેવા મળી હતી. તે ‘ઉડાન’, ‘યે હૈ આશિકી’, ‘શુભ વિવાહ’, ‘કુછ ઈસ તરહ’, અને ‘આઠવાં વચન’ જેવા ઘણા ટીવી શોમાં જાેવા મળી છે.

Follow Me:

Related Posts