ભાવનગર

કુંઢેલી ગામની પ્રાથમિક શાળામાં રંગોના તહેવાર હોળી ધૂળેટી પર્વની ઉજવણી

તળાજા તાલુકાના કુંઢેલી ગામે આવેલી પ્રાથમિક શાળામાં આજે હોળી ધૂળેટીના પર્વની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી.આ રંગોના તહેવાર નિમિત્તે બાળકોને ખજૂર ,ધાણી, દાળિયા, મમરા સાથે નાસ્તો કરવામાં આવ્યો હતો. શાળાના શિક્ષક ગોરધનભાઈપરમાર દ્વારા બાળકોને આજે તિથિ ભોજન નિમિત્તે આ સત્કાર્ય થયું હતું. શાળાના શિક્ષકોએ આ વેળાએ બાળકોને હોળી ધુળેટી પર્વ વિશે પણ વિગતે સમજાવ્યું હતું. શાળા પરિવારે પ્રતિકાત્મક તિલક હોળીની ઉજવણી કરીને પાણી બચાવવાનો સંકલ્પ કર્યો હતો.

Related Posts