કુંઢેલી ગામે ઠાકર દુવારાનો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે
પ્રકાંડ પંડિત દેવાયત પંડીત અને દેવલ દે ના કરકમળો દ્વારા પ્રસ્થાપિત કુંઢેલી (તા.તળાજા) ગામે આવેલાં પ્રસિદ્ધ ઠાકર દુવારાનો વાર્ષિક પાટોત્સવનો મહોત્સવ તા.23 ને સોમવારે ધામધૂમથી ઉજવવામાં આવશે.
ઠાકર દુવારાના મહંત નાથાબાપુના જણાવ્યા મુજબ બીજના પાટોત્સવ નિમિત્તે ઠાકર દુવારા ખાતે સાંજે 7 કલાકે પંચમુખી જ્યોતના દર્શન, આરતી તેમજ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભોજન પ્રસાદ સાથે અહીં રાત્રિના 9:30 કલાકથી સંતવાણી અને ભજનના કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.
આશરે પાંચ સદી જેટલા પુરાતની ઠાકર દ્વારા ના આ મહોત્સવમાં પ્રતિ વર્ષ ભરવાડ સમાજ સહિત મોટી સંખ્યામાં ભાવિકજનો આ પાટોત્સવમાં હાજર રહીને પંચમુખી જ્યોતના દર્શન ભોજન પ્રસાદ તેમજ સંતવાણી નો લાભ લે છે.
Recent Comments