fbpx
ભાવનગર

કુંઢેલી : શ્રાવણી પૂનમ, બળેવ ની અનોખી રીતે ઉજવણી

તળાજા તાલુકાના કુંઢેલી ગામ ખાતે બળેવ એટલે કે રક્ષાબંધનની વિશિષ્ટ રીતે ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ગામના પાદરે આવેલા જળ દેવકી માતાના સ્થાનકે પૂજન અર્ચન કરી અને ધજા ચડાવવામાં આવે છે.દર વર્ષે ચાલી આવતી પરંપરા માં ગામજનો દ્વારા આ વર્ષે પણ ખેતીવાડીના પ્રતીક સમાન હળની પૂજા ધરતીપુત્રો દ્વારા કરવામાં આવી હતી. તેમજ હળ જીતવાની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી.ગામના યુવાન બાળકો દ્વારા હલિયું જીતવાની સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને ગામજનોની હાજરી વચ્ચે દોડવાની હરીફાઈ સાથે હળિયું જીતવાની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં આયુષગીરી મુકેશગિરી હિંમતગિરિ ગોસ્વામી નામના હરીફે એ લાંબી દોડ લગાવીને હરીફાઈ જીતી બતાવી હતી. સૌ ગ્રામજનોએ બળ અને હળના આ પ્રસંગે વિજેતાને શુભેચ્છાઓ આપી હતી.આ ગ્રામીણ પ્રસંગની સાથે ચાર માટલામાં પાણી ભરી અને તેને અષાઢ, શ્રાવણ , ભાદરવો અને આસો એવા ચોમાસાના ચાર મહિનાના નામ આપીને આવતા વર્ષના વરસાદી ચોમાસાનો વરતારો પણ દેશી રીતે મેળવવામાં આવ્યો હતો. શ્રાવણી પૂનમે ઉજવવામાં આવતા આ પ્રસંગ માં ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(તસવીર:હરેશ જોશી , કુંઢેલી)

Follow Me:

Related Posts