fbpx
ભાવનગર

કુંભણના ઇનોવેટિવ શિક્ષક દંપતી દ્વારા વિશ્ચ માતૃભાષા દિવસ ઉજવાયો

મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતિ રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટીએ નાના બાળકો સાથે પોતાની કાકલુદી ભાષામાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરી હતી.

        શાળામાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ બતાવવામાં આવ્યું હતું ત્યારબાદ નાના બાળકોને ગુજરાતી ભાષાના શબ્દોની શબ્દાક્ષરી રમત રમાડવામાં આવી હતી. શીતલબેન ભટ્ટી એ બાળકોને ગુજરાતી બાળગીતો બાળકોને ગવડાવ્યા હતા. રમેશભાઈ બારડ એ બાળકોને મુળાક્ષરની રમત રમાડી હતી. નાના બાળકોના માનસમાં ગુજરાતી ભાષા સમૃદ્ધ થાય તેવી જુદી જુદી આનંદની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. આમ, આપણી માતૃભાષાની મીઠાશ તો જુઓ ખારાં નમક ને પણ મીઠું કહીએ છીએ. આવી અનોખી રીતે વિશ્ચ માતૃભાષા દિવસની ઉજવણી કુંભણ કેન્દ્રવર્તી શાળામાં કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts