ભાવનગર

કુંભણ કેન્દ્રવર્તી ના ઇનોવેટિવ શિક્ષક દંપતી દ્વારા યલો ડે ની ઉજવણી કરવામાં આવી

મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ માર્ગદર્શિત “૧૦ દિવસ શાળામાં દફતર વગરના” અનુસંધાને પહેલા અને બીજા ધોરણના બાળકો માટે યલો ડે ની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતિ રમેશભાઈ બારડ અને શીતલબેન ભટ્ટી એ પણ બાળકો સાથે પીળા
રંગના વસ્ત્ર પહેર્યા હતા. બાળકોની કલ્પનાશક્તિ અને મૌલિકતાનો વિકાસ કરવા પીળા રંગની વસ્તુ વિશે વિચારોનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉધરસ થાય ત્યારે હળદર દૂધમાં ભેળવીને લઈએ છીએ તે પીળી હોય છે. કરેણના ફૂલ પીળા હોય છે.

સૂરજમુખીના ફૂલ ગુલાબના ફૂલ વગેરે પીળા હોય છે. પેન પીળા રંગની હોય છે. ચોકલેટનો કાગળ પીળો હોય છે. મમ્મીની સાડી પીળી હોય છે. બહેનની કાનની સોનાની બુટ્ટી પીળી હોય છે. જેસીબી, બસ, મોટર, સ્કૂટર જેવા વાહનો પીળા હોય છે. કાનુડો પીળા રંગના વસ્ત્ર પહેરે છે, અને પીળા રંગની ચોપડી એટલે ભગવત ગીતા છે. તેવું બાળકોએ પોતાની કલ્પના જગતની ભાવનાઓ વર્ગખંડમાં રજૂ કરી હતી. શાળાના મુખ્ય શિક્ષક જીતેન્દ્રકુમાર લાઠીદડીયા એ પીળા વસ્ત્ર પહેરી ને આવનાર બાળકોને આવકાર્યા હતા.

Related Posts