ગુજરાત

કુંભમેળામાંથી પરત આવનાર મુસાફરોને ફરજિયાત ટેસ્ટ કરાવવો પડશે

રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે ત્યારે આજે રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ જામનગરની મુલાકાતે છે. અહીં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે ચર્ચા વિચારણા થઈ હતી. આ બેઠકમાં સીએમ વિજય રૂપાણી દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં આવ્યો છે. સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે કુંભમેળામાંથી પરત આવનારનો કોરોના ટેસ્ટ ફરજિયાત કરવાનો ર્નિણય લીધો છે. એટલું જ નહીં, કુંભમેળાથી આવતા લોકોને ફરજિયાત હોમ આઈસોલેટ કરાશે. કુંભમેળામાંથી ગુજરાતના યાત્રાળું સુપર સ્પ્રેડર ન બને તે માટે સીએમ દ્વારા એક આવકારદાયક ર્નિણય લેવાયો છે.

જામનગર ખાતે કલેક્ટર કચેરીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક પૂર્ણ થયા બાદ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, કુંભ મેળામાં ગુજરાતમાંથી ગયેલા શ્રદ્ધાળુઓ પરત ફરશે ત્યારે દરેક જિલ્લામાં કલેક્ટરને સૂચના આપવામાં આવી છે કે, એ તમામ લોકોને આઇસોલેટ કરવામાં આવે. કુંભમેળામાં ગયેલા લોકોનો ફરજિયાત આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવે અને તેમાંથી જે કોઇપણ સંક્રમિત હોય તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે.

સીએમના આ ર્નિણયથી કુંભમાં ગયેલી કોઇપણ વ્યક્તિ સીધેસીધી ગામમાં પ્રવેશ કરી શકશે નહીં. તેમના માટે ગામમાં નાકાબંધીની સૂચના પ્રાંતમાં કલેકટરને આપવામમાં આવી છે. કુંભમાં ગયેલા લોકો કોરોના સ્પ્રેડર ન બને એ માટે આપણે અલગ વ્યવસ્થા ઉભી કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કુંભથી સુરત આવેલા ૧૩ લોકો પોઝિટિવ નીકળ્યા બાદ હાહાકાર મચેલો છે. સુરતમાં ૩૦૦થી વધુ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે કુંભથી આવેલા લોકોના ઇ્‌ઁઝ્રઇ નેગેટિવ ન આવે ત્યાં સુધી તમામને ક્વોરેન્ટાઇન રહેવા આદેશ અપાયો છે. જાેકે રાજ્યમાં એવા અનેક લોકો હજુ પણ કુંભથી આવ્યાની માહિતી છુપાવી રહ્યાં છે. ત્યારે સુરતમાં ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ છે.

Related Posts