ભાવનગર

કુંભારવાડામાં જર્જરીત મકાનમાં ચાલતા દેહવ્યાપારનો પર્દાફાશઃ ત્રણ મહિલા સહિત ૫ની ધરપકડ

શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં ચાલી રહેલા કૂટણખાના પર એ.એસ.પી સફીન હસને રેડ કરી ગેરકાયદે દેહવ્યાપાર ચલાવતા એક મહિલા, દલાલ અને ૩ ગ્રાહકો સહિત ૫ ને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

કુંભારવાડા નારી રોડ પર કૂટણખાનું ચાલતું હોવાની એ.એસ.પી સફિન હસનને બાતમી મળી હતી, જેથી ખરાઈ કરવા ડમી ગ્રાહક તૈયાર કરી સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. જ્યારે બાતમી વાળી જગ્યા પર કૂટણખાનું ચાલતું હોવાની પુષ્ટિ થઈ જતા એ.એસ.પી સફિન હસને મહિલા પોલીસ સ્ટાફને સાથે રાખી કૂટણખાના પર રેડ કરી હતી તેમજ અનૈતિક રીતે ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.

શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંભારવાડા નારી રોડ પર ના એક જર્જરિત મકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોવાની બાતમી ના આધારે પોલીસે ખરાઈ કર્યા બાદ રેડ કરી દેહ વ્યાપાર ના સંચાલક, દલાલ અને ગ્રાહક સહિત ૫ ને ઝડપી લીધા હતા, રેડમાં એ.એસ.પી સફિન હસન સાથે બોરતળાવ પોલીસ સ્ટેશનના પીઆઇ કેવલ રાવલ અને મહિલા પોલીસ સ્ટાફ જાેડાયો હતો.

Related Posts