fbpx
અમરેલી

કુંભારવાડા ખાતે ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતીની ઉજવણી પ્રસંગે ચિત્રસ્પર્ધા યોજાઈ.

ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જયંતિ નિમિત્તે કુંભારવાડા વિસ્તારના લોકપ્રિય ડૉકટર વિશાલભાઇ મકવાણા ( BAMS Care Clinic ) દ્વારા કુંભારવાડા વિસ્તારના બાળકો માટે ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. 
સંતશ્રી રોહિદાસબાપા જ્ઞાતિની વાડી, કુંભારવાડા, ભાવનગર ખાતે યોજાયેલ ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતીની ઉજવણીના આ પ્રસંગમાં રોહીદાસ યુવા સંઘના પ્રમુખ શ્રી કે. વી. કંટારિયા, મંત્રી શ્રી હિંમતભાઇ મકવાણા, આગેવાન શ્રી જી. પી. મકવાણાએ પ્રેરક હાજરી આપી બાળકોને ઇનામોથી નવાજ્યા હતા.
કાર્યક્રમમાં આકાશ સોલંકી, નયન કારેલિયા, યમન મકવાણા, હાર્દિક મકવાણાએ વ્યવસ્થા સંભાળી હતી.
ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે ડૉકટર તન્વીશા મકવાણા તથા શ્રી ફરિયાદકા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી પ્રવીણભાઇ સરવૈયાએ સેવા આપેલ.

Follow Me:

Related Posts