કુંભ મેળામાંથી સુરત આવેલા ૧૩ લોકો નીકળ્યા કોરોના સંક્રમિત
કોરોના વાયરસના કેસો સતત વધવાથી કુંભના મેળાના સમાપનની જાહેરાત કરી દેવાઈ છે. ત્યારે અનેક યાત્રીઓ કુંભ મેળા માંથી પરત ફરી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ આ યાત્રીઓ આવી રહ્યાં છે. કુંભથી સુરત આવેલા ૧૩ લોકો અત્યાર સુધી પોઝિટિવ નીકળ્યા છે. સુરતમાં ૩૦૦થી વધુ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે કુંભથી આવેલા લોકોના ઇ્ઁઝ્રઇ નેગેટિવ ન આવે ત્યાં સુધી તમામને ક્વોરેન્ટાઇન રહેવા આદેશ અપાયો છે. જાેકે અનેક લોકો હજુ પણ કુંભથી આવ્યાની માહિતી છુપાવી રહ્યાં છે. ત્યારે સુરતમાં ભીડભાડવાળી જગ્યાઓથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ છે.
અખાડાના અનેક સાધુસંતો પોઝિટિવ આવ્યા છે. જેના બાદ અનેક યાત્રીઓ પોતાના વતન તરફ પરત ફરી રહ્યાં છે. આવામાં ગુજરાતમાં આવી રહેલા યાત્રીઓ પણ કોરોનાગ્રસ્ત થઈ રહ્યાં છે. જેમાં સુરતમાં ૧૩ મુસાફરો પોઝિટિવ નીકળ્યા છે. આવામાં સુરત કમિશનર બંછાનિધિ પાનીએ ટ્રાવેલ કરનારા લોકો આવે તો સોસાયટી પ્રમુખોએ પાલિકાને જાણ કરવા સુચિત કરાયા છે. બીજી તરફ અધિકારીઓ કહે છે કે, તમામ ટોલ નાકાઓ પર, સર્વેલન્સ સ્ટાફ, ધનવંતરી રથ પણ ટેસ્ટિંગ કરે છે. પરંતુ બહારગામથી આવતાં લોકો સહકાર આપતાં નથી. વિદેશથી આવ્યાં હોય તો પણ કહેતાં નથી.
કોરોનાનો સેકન્ડ વેવ બાળકો માટે ઘાતક બની રહ્યો છે. તેમાં પણ સુરતની પરિસ્થિતિ વધુ વિકટ છે. સુરતમાં એક જ મહિનામાં ૨૮૬ બાળકો સંક્રમિત થયા છે. જેમાંથી ૩ બાળકોના મોત નિપજ્યા છે. ૧૦ વર્ષ સુધીની વયના બાળકોમાં સંક્રમણ વધુ જાેવા મળી રહ્યું છે. જેમાં અઠવા ઝોનમાં ૭૨ કેસ જાેવા મળ્યાં છે.
Recent Comments