fbpx
સૌરાષ્ટ - કચ્છ

કુંવરજી બાવળિયાએ તાલુકા પંચાયતના સદસ્યના પતિને ફોનમાં ધમકી આપી

કુંવરજી બાવળિયા પણ ભાન ભૂલ્યા હોય એમ તેમણે તાલુકા પંચાયતનાં સદસ્ય નીતુબેન સરવૈયાના પતિને ભવાન સરવૈયાને ફોનમાં ધમકી આપતા હોય એ રીતે વાત કરી હતી. બાવળિયાએ ભવાન સરવૈયાને કહે છે કે પૈસા માગી અને આરટીઆઈ કરશો તો ખાવાનો વારો આવશે, પાછા બધા ભાગબટાઈની વાતો કરો છો. બીજા લોકોએ ગામના કોન્ટ્રેક્ટર પાસે પૈસા માગ્યા હતા, આથી પૈસામાં આનાકાની થઈ એટલે મેં જાહેરમાં કહ્યું કે પૈસા ન માગ્યા હોય તો આવી જાઓ, આપણે ચોકમાં મીટિંગ કરીએ.

પૈસાની માગણી કરો અને આરટીઆઈ કરો તો ખાવાનું થાય, આપણે એક તરફ ભ્રષ્ટાચારના પૈસા માગીએ અને કામ નબળું થયાની આરટીઆઈ કરીએ તો એવું થોડું ચાલે. વીંછિયા તાલુકાના ઓરી તાલુકા પંચાયતના સદસ્યના પતિ ભવાન સરવૈયાને ગામની અંદર પાણી અને ગટરલાઇનમાં નબળાં કામ થયાનું જણાતાં આરટીઆઈની માહિતી માગતા હતા, પરંતુ જસદણ-વીંછિયા તાલુકાના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ફોનમાં ખુલ્લી ધમકી આપતા હોવાની ઓડિયો-ક્લિપ સામે આવી છે. એમાં કુંવરજી બાવળિયા ભવાનને ફોનમાં કહે છે કે આરટીઆઈ કરીશ તો માર ખાવાનો વારો આવશે.

Follow Me:

Related Posts