ગુજરાત

કુકરવાડા ગામે લ્યુકેમિયાની બિમારીથી પીડાતી દીકરીને માતાએ કિડની આપી

૨૧ વર્ષની દ્રષ્ટિ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કરે છે. તેને એક બીમારી થઈ જેનું નામ છે લ્યુકેમિયા. આવી અસાધ્ય બીમારીએ દ્રષ્ટિની કિડનીને એટલું નુકસાન થયું કે તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર પડી. સમસ્યાઓ દ્રષ્ટિનો પીછો છોડતી ન હતી. અને પરિવાર માટે એક પડકાર હવે કિડની બદલવા માટે કિડની ડોનર લાવવાના ક્યાંથી તેને લઈને હતો. ડોક્ટરોની સલાહ અનુસાર દ્રષ્ટિને જાે પોતાના કુટુંબના સભ્યોમાંથી જ કોઈ કિડની ડોનેટ કરે તો કિડની એક્સેપ્ટ થવાના ચાન્સીસ વધી જાય છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટનું રીઝલ્ટ પણ સારું મળે છે.

આ વાતની જાણ થતા જ માતા વંદના બહેન દ્રષ્ટિને કિડની આપવા માટે આગળ આવ્યા. સદભાગ્યે દીકરી દ્રષ્ટિનું બ્લડ ગ્રુપ અને માતા વંદના બહેનું બ્લડ ગ્રુપ પણ એક જ હતું. જે કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે ખૂબ મહત્વની વાત હતી. દ્રષ્ટિને જન્મ આપનાર માતા જ દ્રષ્ટિના નવજીવન માટે આગળ આવ્યા જેને લઈને ગ્રામ જનોએ આ વાતને બિરદાવી હતી. માતા વંદનાબહેન અંગદાન માટે તૈયાર થયા અને દ્રષ્ટિન માટે કિડની ડોનર બન્યા. દીકરી માટે આ મહત્વની વાત હતી કારણ કે માતા વંદનાબહેને દીકરીને ફરી નવજીવન આપ્યું. મહત્વની વાત છે કે આગળ જતાં હજી પણ સમસ્યાઓ દ્રષ્ટિનો પીછો છોડતી જ ન હતી.

કિડની માટે ડોનર તો મળી ગયા. પરંતુ કિડની ટ્રાન્સપ્લન્ટ માટેના ખર્ચાનું શું? કિડની ટ્રાન્સલેટ માટે આશરે ૬ લાખ રૂપિયા નો ખર્ચ થતો હતો. કિડની ટ્રાન્સપ્લાન્ટના ખર્ચને લઈને દ્રષ્ટિ સહિત સમગ્ર પરિવાર ચિંતિત હતો. આ વાત સામાજિક કાર્યકર અને અંગદાન માટે જાગૃતિનું કામ કરનાર દિનેશ બહલ પાસે પહોંચતા જ તેઓ મદદ માટે આગળ આવ્યા. દિનેશભાઈ એ તેમના સંપર્ક વર્તુળ માંથી કિડની ટ્રાન્સપ્લાન્ટ માટેનું ફંડ એકત્રિત કરી આપ્યું.

Related Posts