હરિયાણાના નૂંહમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ટેન્કર અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ટક્કર બાદ કાર પલટી ગઈ અને આગ લાગી ગઈ. આ અકસ્માતમાં બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ટેન્કર સવાર સહિત કારમાં બેઠેલા ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
રિપોર્ટ્સ અનુસાર, કારમાં સવાર એક વ્યક્તિની ઓળખ કુબેર ગ્રુપના માલિક વિકાસ માલૂ તરીકે થઈ છે.
તેમને સારવાર માટે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.અકસ્માત સમયે વિકાસ માલુ ૯ કરોડની કિંમતની કાર રોલ્સ રોયલ ફેન્ટમમાં હતા. તેઓ રાજસ્થાનના જયપુરમાં કોઈ કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. તેમની કારની સ્પીડ ૨૦૦ કિમી પ્રતિ કલાકથી વધુ હતી. અકસ્માત ક્યારે થયો તેની પુષ્ટિ થઈ નથી. ૨૩ ઓગસ્ટથી સોશિયલ મીડિયા પર અકસ્માતની તસવીરો અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઘાયલ છે. બીજી તરફ, આજતકના અહેવાલ મુજબ, આ અકસ્માત ૨૫ ઓગસ્ટના રોજ સવારે ૧૧ વાગ્યે નૂંહ જિલ્લાના ઉમરી ગામ પાસે થયો હતો.એએસઆઇ અશોક કુમારે જણાવ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ રામપ્રીત અને કુલદીપ તરીકે થઈ છે.
આ બંને ટેન્કરમાં સવાર હતા. આ ઉપરાંત ટેન્કરમાં સવાર ગૌતમ ગંભીર રીતે ઘાયલ છે. તેની નૂંહની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં કાર સવાર દિવ્યા, કુબેર ગ્રુપના માલિક વિકાસ માલુ અને તસ્બીર ઘાયલ થયા હતા. ત્રણ ઘાયલોની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મલિક વિકાસ માલુની હાલત નાજુક છે.
Recent Comments