જાણીતા કવિ કુમાર વિશ્વાસને કેટલાય દિવસોથી ધમકી ભરેલા ઈમેલ મળી રહ્યા હતા. ઈમેલમાં તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. પોલીસે આ મામલામાં ઈન્દોરના રહેવાસી એક શખ્સની ધરપકડ પણ કરી છે પોલીસે કહ્યું છે કે, આરોપીને સંબંધિત કલમો અંતર્ગત જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. શું છે આ સમગ્ર મામલો તે જાણો?… પોતાના કવિતા માટે સમગ્ર દુનિયામાં પ્રખ્યાત થયેલા કુમાર વિશ્વાસને કેટલાય દિવસથી ધમકી ભરેલા ઈમેલ મળી રહ્યા હતા. આ સંબંધમાં કુમાર વિશ્વાસના મેનેજરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ લઈને કુમાર વિશ્વાસે એક લેટર સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. લેટરમાં કહેવાયુ છે કે, કુમાર વિશ્વાસને કેટલાય દિવસથી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી.
સાથે જ ઈમેલમાં ભગવાન શ્રીરામને લઈને પણ અપમાનજનક વાત લખવામાં આવી રહી હતી. લેટરમાં કુમાર વિશ્વાસના મેનેજરે જણાવ્યું છે કે, ઈમેલમાં ભગવાન શ્રીરામને ગાળો આપવામાં આવી રહી હતી. આપને જણાવી દઈએ કે, કુમાર મોટા ભાગે મંચ પર રામકથા કહે છે. તેમની રામકથના વીડિયો પર લાખો વ્યૂઝ આવે છે. ઈમેલમાં કુમારને આ ધમકી આપવામાં આવે છે કે, રામ વિશે બોલવાનું બંધ કરે નહીંતર જાનથી મારી નાખવામાં આવશે. ઈમેલમાં ધમકી આપવાની સાથે સાથે એવો પણ મેસેજ આવ્યો છે કે, કેજરીવાલ તમારાથી વધારે સારો માણસ છે. સાથે જ કુમારને એવી ચેતવણી આપવામાં આવી છે કે, કેજરીવાલ પર કોઈ ટિપ્પણી કરતા નહીં.ધમકી આપનારાએ શહીદ ઉધમ સિંહની કસમ ખાઈને કુમાર વિશ્વાસને જાનથી મારી નાખવાની વાત કહી હતી.
Recent Comments