ગુજરાત

કુશળ નાણાંમત્રી તરીકેની છાપ ધરાવતા ડે.સીએમ નિતિન પટેલ

નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલ માટે એક એવી છબી ઊભી થઈ ગઈ છે કે તેઓ જલદીથી કોઈ ફાઈલને મંજૂરી આપતા નથી. કોઈપણ ખરીદી હોય અથવા તો ટેન્ડરને મંજૂરી આપવાની વાત હોય, તેની તમામ બાબતોને બારીકાઈથી સમજવા માટે ડે. સીએમ તેમાં પૂરી મહેનત કરે છે. ૈંછજી સહિતના તમામ અધિકારીઓની મંજૂરી બાદ આખરી સહી માટે ફાઈલ ડે. સીએમ પાસે આવે છે. તેઓ સહી કરતા પહેલાં તેનો પૂરો અભ્યાસ કરે છે. મેડિકલ ઈક્વિપમેન્ટની ખરીદી હોય અન્ય કોઈ ખરીદી હોય તેના નિષ્ણાતોને બોલાવી તેની ઉપયોગિતા અને ભાવની તપાસ કરે છે. જેને ટેન્ડર લાગ્યંુ હોય તે એજન્સીને પણ બોલાવે છે. આ મિટિંગમાં જ ડે. સીએમ જે-તે એજન્સીને ભાવ ઓછો કરવાનંુ કહે છે. આ જ રીતે બીજા કરોડો રૃપિયાના મોટા ટેન્ડરો હોય તેવી કંપની-એજન્સીના માલિકોને બોલાવીને ભાવ ઓછા કરવાનંુ કહે છે. જેથી તેઓ પણ નાણામંત્રીનંુ માન રાખીને બેથી ૧૦ કરોડ ઓછા કરી આપે છે. વર્ષ દરમિયાન આ રીતે મોટા ભાગની કંપની કે એજન્સી સાથે મિટિંગો કરીને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સરકારના કરોડની રકમ બચાવી રહ્યાં છે.

Related Posts