કુસ્તીબાજાે અને દિલ્હી પોલીસ વચ્ચે અડધી રાતે થઇ બબાલ
મારવા હોય તો એમ જ મારી નાખો, શું આટલા માટે અમે મેડલ લઈને આવ્યા હતાઃ અડધી રાતે રડી વિનેટ ફોગાટ
ભારતીય કુશ્તી સંઘના અધ્યક્ષ બૃજબૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠેલા પહેલવાનો અને દિલ્હી પોલીસની વચ્ચે બુધવારે મોડી રાતે બોલાચાલી થઈ હતી. પહેલવાનોનો આરોપ છે કે, સતત થઈ રહેલા વરસાદના કારણે તેમણે સુવા માટે ફોલ્ડિંગ બેડ મગાવ્યા હતા. પણ પોલીસે તેને ઘરણા સ્થળ પર પહોંચતા રોકી દીધા હતા. ત્યાર બાદ પહેલવાનો અને પોલીસ વચ્ચે ધક્કામુકી થઈ ગઈ હતી. તેનાથી વિનેશ ફોગાટ ગભરાઈ ગઈ અને અડધી રાતે થયેલા પ્રેસ કોન્ફ્રેન્સમાં રડવા લાગી. તેણે કહ્યું કે, અમે દેશ માટે મેડલ લાવ્યા અને અમારી સાથે અપરાધીઓ જેવો વ્યવહાર થઈ રહ્યો છે. વિનેશ ફોગાટે દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે.
તેમણે કહ્યું કે, વરસાદના કારણે અમારા ગાદલા ભીના થઈ ગયા. એટલા માટે ફોલ્ડીંગ બેડ મગાવ્યા હતા. અમારી પાસે સુવાની જગ્યા પણ નથી, અમે ફોલ્ડીંગ બેડ લાવ્યા તો, પોલીસના અધિકારીઓએ અમને ધક્કા મારીને ભગાડી દીધા. અમે અહીં અમારા માન-સન્માનની લડાઈ લડી રહ્યા છીએ. શું આટલા બેઈજ્જત કરશો. જાે મારવા જ હોય તો, એમ જ મારી નાખો. આ દિવસો જાેવા માટે મેડલ લઈને આવ્યા હતા અમે. જાે આવી જ હાલત રહી તો, અમે તો એવું જ ઈચ્છીશું કે કોઈ પણ ખેલાડી મેડલ જીતીને ન લાવે. તો વળી રેસલર બજરંગ પૂનિયાએ પણ દિલ્હી પોલીસ પર ગાળો આપવા અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે.
આપને જણાવી દઈએ કે, પોલીસ અને પહેલવાનની ઝપાઝપીમાં વિનેશ ફોગાટના ભાઈના માથામાં ઈજા થઈ છે. ત્યાર બાદ બેડ લઈને આવેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સોમનાથ ભારતીની અટકાયત કરી છે, જાે કે બાદમાં તેમને છોડી મુકવામાં આવ્યા હતા. પહેલવાનો અને દિલ્હી પોલીસની વચ્ચે થયેલી ઝપાઝપી પર ડીસીપી પ્રણવ તાયલે કહ્યું- આપ ધારાસભ્ય સોમનાથ ભારતી ધરણા સ્થળ પર ફોલ્ડિંગ બેડ લઈને આવ્યા હતા. પણ તેની પરમિશન નહોતી. એટલા માટે બેડને અંદર લાવવાની મનાઈ કરી હતી. તેના પર પહેલવાનોના સમર્થક બેરીકેડિંગ પર આવી ગયા અને જબરદસ્તી બેડ લઈ જવાની કોશિશ કરવા લાગ્યા હતા. આ દરમ્યાન વિવાદ થવા લાગ્યો. અમે પહેલવાનોને કહ્યું છે કે, તે પોતાની ફરિયાદ આપે અમે તેની તપાસ કરીશું.
Recent Comments