કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી
ઉહ્લૈં ના નવા પ્રમુખ તરીકે બ્રિજ ભૂષણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહની નિમણૂકથી નારાજ કુસ્તીબાજ સાક્ષી મલિકે કુસ્તીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. સાક્ષીએ કહ્યું કે જાે બ્રિજ ભૂષણ જેવા લોકોને ફેડરેશનમાં સ્થાન આપવામાં આવે તો આજે હું મારી કુસ્તી છોડી દઈશ. તેમણે કહ્યું કે અમને આશા છે કે અમને ન્યાય મળશે. આપણી કુસ્તીનું ભવિષ્ય અંધકારમાં છે.
જણાવી દઈએ કે ૨૦૨૩ના શરુઆતમાં જ સાક્ષી મલિક, બજરંગ પૂનિયા, વિનેશ ફોગોટ સહિતના રેસલર્સે ઉહ્લૈંના તત્કાલીન અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ યૌન શોષણના આરોપમાં આંદોલન કર્યુ હતુ. ભારતના દિગ્ગજ રેસલર્સે બ્રિજભૂષણ વિરુદ્ધ યૌન શોષણના ગંભીર આરોપ લગાવ્યા હતા. અન્યાય વિરુદ્ધ ન્યાય મેળવવા માટે આ વર્ષની શરુઆતમાં જ સાક્ષી મલિક સહિતના દિગ્ગજાેએ મોર્ચો ખોલ્યો હતો. તેમણે નવી દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા શરુ કર્યા હતા. બ્રિજભૂષણે પોતાના પરિવાર પર લાગેલા આરોપનું ખંડન કર્યુ હતુ. સુપ્રીમ કોર્ટ સુધી કેસ પહોંચતા તેને પદ પરથી હટવુ પડયુ હતુ.
Recent Comments