મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્કમાં આઠ આફ્રિકન ચિત્તા લાવવામાં આવ્યા હતા. જેમાં ત્રણ નર અને પાંચ માદા હતી. તેમાંથી એક માદા ચિત્તાનું મંગળવારે મોત થઈ ગયું હતું. તો વળી એક માદા ચિત્તાએ ૪ બચ્ચાને જન્મ આપ્યો છે, જેની જાણકારી કેન્દ્રીય પર્યાવરણ મંત્રીએ ટિ્વટ કર્યા છે. મધ્ય પ્રદેશમાં ચિત્તાનો પરિવાર વધતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે ટિ્વટ કરીને ખુશી વ્યક્ત કરી તો લોકો તેના પર અલગ અલગ પ્રકારની કમેન્ટો આવી રહી છે. મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બચ્ચાની તસ્વીર શેર કરી લખ્યું છે કે, નાના મહેમાન આવવાથી અપ્રતિમ આનંદ.
તેના પર અમુક લોકો કમેન્ટ કરી ખુશી વ્યક્ત કરી રહ્યા છે અને શુભકામના આપી રહ્યા છે, તો અમુક એવા પણ છે, હાલમાં મરનારી માદા ચિત્તાને લઈને શિવરાજ સિંહને સવાલો પુછી રહ્યા છે. રાહુલ મિશ્રા નામના યૂઝરે લખ્યું કે, ખૂબ ખૂબ શુભકામના, સારસ માટે દુઃખ વ્યક્ત કરનારા શું આ નાના મહેમાનો માટે ખુશ થશે? એક યૂઝરે લખ્યું કે, મધ્ય પ્રદેશ ચિત્તાની ગતિથી આગળ વધી રહ્યા છે. એક અન્ય યૂઝરે લખ્યું કે, આપે તેના માટે પ્રધાનમંત્રીને ધન્યવાદ નહીં કહ્યું. જ્રજીેॅટ્ઠદ્બડ્ઢટ્ઠ૮૪૨૮૦૭૬૪ યૂઝર્સે લખ્યું કે, કોંગ્રેસના શાસનમાં ચિત્તાને વિલુપ્ત જાનવર ઘોષિત કરી દીધુમ.
આજે મોદીજીના કારણે પુનઃ ભારતમાં ચિત્તા આવી શકે. જ્રંેજ_હ્વરટ્ઠંહટ્ઠખ્તટ્ઠિ યૂઝરે લખ્યું કે, જે કાલે માદા ચિત્તા મરી ગઈ હતી, બીમારીના કારણે, જેની આપની સરકારે સારવાર કરાવવાનું પણ જરુરી સમજ્યું નહીં. આપે તેના માટે કોઈ ખેદ પ્રકટ કર્યો નહીં. જ્રછહેટ્ઠિડદ્ભરટ્ઠહઙ્ઘીઙ્મ યૂઝરે લખ્યું કે, દેશ ગરીબ લોકોના બાળકો ભૂખથી મરી રહ્યા છે અને આપે તેના બાળકો પૈદા કરવાની ખુશી મળી રહી છે. એક અન્ય યુઝર્સે લખ્યું કે, જે માદા ચિત્તા મરી ગઈ, તેના માટે આપ સૌએ એક શબ્દ પણ નથી બોલ્યો.
Recent Comments