fbpx
બોલિવૂડ

કૃતિ સેનનના જન્મદિવસ પર જાણો રસપ્રદ વાતો

કૃતિ સેનનનો જન્મ ૨૭ જુલાઈ ૧૯૯૦ના રોજ દિલ્લીના પંજાબી પરિવારમાં થયો છે. અને આજે તેઓ પોતાના ૩૧માં જન્મ દિવસની ઉજવણી કરી રહી છે. મુળ દિલ્લીની વતની કૃતિએ નોઈડાથી બીટેકનો અભ્યાસ કર્યો છે. કૃતિ સેનનની માતા ગીતા સેનન દિલ્લી વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર છે. કૃતિ સેનને પોતાના કરિયરની શરૂઆત તેલુગૂ ફિલ્મની શરૂઆત કરી, જેમાં કૃતિ સેનન સાથે મહેશ બાબુ જાેવા મળ્યાં હતા. આ ફિલ્મ પછી કૃતિ સેનને ટાઈગર શ્રોફ હીરોપંતી ફિલ્મથી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. જે પછી કૃતિ સેનને પાછળ વળીને નથી જાેયું, અને તે પછી એક બાદ એક દમદાર ફિલ્મ કૃતિ સેનને આપી છે.

કૃતિ સેનન પોતાની સ્કૂલમાં ટોમબોય તરીકે જાણાીતી હતી. કૃતિને બાઈક ચલાવવાનું ખુબ જ પસંદ છે. ઘણા લોકો એ પણ નહીં જાણતા હોય કે કૃતિ એક ટ્રેન્ડ કથક ડાંસર છે. કૃતિ સેનન એક સ્ટેટ લેવલ બોક્સર પણ રહી ચુકી છે. આમ તો કૃતિ સેનનની જ મોટી ફેન ફોલોઈંગ છે. પરંતુ કૃતિ ખુદ સલમાન ખાન અને પ્રિયંકા ચોપડાની બહુ મોટી ફેન છે. તે સલમાન ખાનની એકપણ ફિલ્મ જાેવાનું ચુકતી નથી. પરંતુ કૃતિને અત્યાર સુધીમાં પોતાના ફેવરિટ સ્ટાર સાથે કામ કરવાનો મોકો હજુ સુધી મળ્યો નથી.કૃતિ સેનનના જન્મદિવસ પર બોલીવુડના ચાર્મિંગ એક્ટર કાર્તિક આર્યને એક તસવીર શેયર કરી છે.

આ ફોટોમાં તેઓ કૃતિને કેક ખવડાવતો અને જન્મદિવસની શુભેચ્છા આપતો જાેવા મળે છે. કાર્તિકે ફોટો શેયર કરતા લખ્યુ છે કે- ‘ડાયટ ન છોડ્યુ, છોકરીએ ફક્ત મારા માટે પોઝ આપ્યો છે. તારા શહેઝાદા તરફથી હેપ્પી બર્થ ડે પરમ સુંદરી’. કાર્તિકની આ પોસ્ટ બાદ કૃતિ સેનને રિપ્લાય પણ આપ્યુ. જેમાં તેમણે લખ્યુ કે- ‘પોઝ આપ્યા બાદ કેક માટે થેન્ક યૂ’. તેની સાથે કૃતિએ ક્રેઝી વાળું ઈમોઝી પણ રાખ્યુ છે.

Follow Me:

Related Posts