બોલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન હાલ ભેડિયાની સક્સેસને એન્જાેય કરી રહી છે. તેમાં તેણીની એક્ટિંગને ફેન્સ અને ક્રિટિક્સ દ્વારા વખાણવામાં આવી રહ્યા છે. આ દરમિયાન તેણી પોતાના રિલેશનશિપ સ્ટેટસને લઈને પણ ચર્ચામાં છે. હાલ, ઘણી એવી ખબરો સામે આવી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, કૃતિ સેનન અને આદિપુરુષના કો-એક્ટર પ્રભાસ બંને રિલેશનશિપમાં છે. એટલું જ નહીં, રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રભાસે આદિપુરુષના સેટ પર ઘૂંટણે બેસીને પ્રપોઝ કર્યુ હતું અને કૃતિએ ‘હા’ પણ કહી દીધી હતી. કૃતિએ હવે આ ખબરો પર પોતાનું રિએક્શન આપ્યુ છે.
કૃતિ સેનને આ અફવાઓને નકારી દીધી છે. કૃતિ અને પ્રભાસ બંને ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’માં જાેવા મળશે. હાલમાં જ કૃતિની ‘ભેડિયા’ના સહ-કલાકાર વરુણ ધવને કરણ જાેહરના ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦’માં પુષ્ટિ કરી હતી કે તે પ્રભાસને ડેટ કરી રહી છે અને ત્યારબાદથી તેમના રિલેશનશીપની ખબરો સામે આવી રહી છે. કૃતિ સેનને ઈન્સ્ટાગ્રામ પર એક સત્તાવાર નિવેદન જારી કરીમે તેણીના અને પ્રભાસના રિલેશનશિપને પાયાવિહોણી જણાવ્યુ છે. પોતાની નોટમાં, તેણીએ એ પણ કહ્યુ કે ‘ભેડિયા’ વરુણ થોડો જંગલી થઈ ગયો હતો અને તેના ફની જાેકે આ ડેટિંગની અફવાઓને જન્મ આપ્યો હતો.
કૃતિ સેનને પોતાની નોટમાં લખ્યુ, “આમાં ના તો ‘પ્યાર’ છે ના પીઆર.. અમારો ભેડિયો એક રિયાલિટી શોમાં થોડો વધારે જ જંગલી થઈ ગયો હતો અને તેના ફની જાેકે અમુક ભયાનક અફવાઓને જન્મ આપ્યો. કોઈ પોર્ટલ મારા લગ્નની તારીખ જાહેર કરી છે તે પહેલા- હું ખ્યાલી પુલાવ નહીં પાકવા દઉ. અફવાઓ પાયાવિહોણી છે!” તેણીએ નિવેદન સાથે ‘ફેક ન્યૂઝ’ જીઆઈએફ પણ લગાવ્યુ છે.
Recent Comments