કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથીઅમરેલી જીલ્લાના પ્રગતિશીલ ખેડૂતો સાથેના ૮–મી એશ્રી દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમાં સંવાદઅમરેલી જિલ્લાના પ્રગતિશીલ ખેડુતો સાથે દિલીપ સંઘાણીનો સંવાદ
કૃષિ અને ગ્રામ્ય વિકાસ પરિષદના માધ્યમ થકી અમરેલી જીલ્લાના સંર્વાગી વિકાસ માટે પ્રયત્નોની શરૂઆત કરવામાં આવી છે. જ્ઞાતી–જાતી કે રાજકીય ભેદભાવ વિના ખેતી, ગામડાઓ, ખેત મજુરો, દરીયાઈ વિકાસ, ઉદ્યોગોના વિકાસ માટે અમરેલી જીલ્લાની જનતાને સાથે લઈને સતત અને સફળ પ્રયત્ન કરવામાં આવશે. ભાંગતા ગામડાઓ અને સ્થળાંતર થતા લોકોને સ્થાનિક કક્ષાએ વિકાસ અને સલામતીનું વાતાવરણ મળે તે માટેની પહેલ રાજ્યના પુર્વ કૃષિમંત્રી અને ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ કરી છે. અમરેલી જીલ્લો ખેતી આધારિત છે જયાં સિંચાઈની સવલત અને બાગાયતી વિસ્તાર છે તેવા
વિસ્તારો માટે સરકારશ્રીની વિવિધ યોજનાઓ અને કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન સાથે આગળ વધવા માગતા ખેડુતોને મદદરૂપ બનવામાં આવશે ઉપરાંત ખારાપાટ વિસ્તારના ગામડાઓના ખેડુતો માટે જમીન અને પાણીના પૃથ્થકરણ સાથે દેશ અને વિશ્વના આ પ્રકારની જમીન અને પાણી ધરાવતા વિસ્તારોમાં થતી ખેતીની માહિતી ખારાપાટ વિસ્તારના ગામડાઓને બેઠા કરવા પ્રયત્ન થશે. તા.૦૮.૦૯.૨૦૨૪ ના રોજ અમરેલી અમર ડેરી ખાતે અમરેલી જીલ્લાના અપેક્ષિત પ્રગતીશીલ ખેડુતો સાથે શ્રી દિલીપભાઈ સંઘાણી સંવાદ કરીને આ પ્રગતીશીલ ખેડુતોના માધ્યમથી ખેતિ અને ખેડુતોને મદદરૂપ થવાના સહિયારા પ્રયત્નો હાથ ધરવામાં આવશે તેમ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમથી અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલીયા અને હિરેન હિરપરાએજણાવેલ છે.
Recent Comments