ખેતીની જમીન છે તે ખેડુતના દિકરાઓ મહાનગરમાં મજુરી ન કરે તેના માટે અનેક યોજનાઓ ગૃહ અને લઘુ ઉદ્યોગો અમરેલી જિલ્લામાં સ્થાપવા યુવાનોને માર્ગદર્શન અપાશે. કૃષિ અને ગ્રામ્ય વિકાસ પરિષદના માધ્યમ થકી અમરેલી જીલ્લાનો સંર્વાગી વિકાસ થાય તે દિશામાં પુર્વ કેબીનેટ મંત્રી અને ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ પ્રયત્નો હાથ ધર્યા છે. અમરેલી ખાતે તાજેતરમાં પ્રગતિશીલ ખેડુતો ના સંવાદ વખતે એગ્રી એશીયા કૃષિ મેળો ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહેવા જયારેનિમંત્રણ અપાયુ ત્યારે શ્રી દિલીપભાઈ સંઘાણીએ કહયુ કે, અમરેલી જિલ્લાના કોઈપણ વેલ્યુ એડીશન કરતા ખેડુતોને વેચાણ માટે પ્લેટફોર્મ જોઈતુ હશે તો સ્ટોલનો ખર્ચ અમારી સંસ્થા ઉપાડશે અને ખેડુતોને વિના મૂલ્યે સ્ટોલ આપવામાં આવશે.અમરેલી જિલ્લામાં મહેનતકસ વ્યવસાયકારો દ્વારા ચિતલ ગામે આજે ૯૦ જેટલા યુનીટમાં ખેતીમાં ઉપયોગી આધુનિક ખેત ઓજાર સનેડા બને છે
વર્ષ દહાડે ૩૫૦૦ થી ૪૦૦૦ યુનીટનુ ઉત્પાદન છે શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યુ હતુ કે સનેડામાં ખેડુતને સબસીડી મળે તે માટે પુર્વ કેન્દ્રીયમંત્રી પરશોતમભાઈ રૂપાલા દ્વારા પ્રયત્નો કરવામાં આવેલ જેમાં સફળતા મળી છે સનેડા ઉદ્યોગમાં સફળતા મળે તે માટે આગામી સમયમાં આ ઉદ્યોગકારો સાથે બેઠક કરવામાં આવશે. કૃષિ મેળો ગાંધીનગર ખાતે કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના ખર્ચે ચિતલના સનેડા અને મીની ટ્રેકટર તેમજ પ્રાકૃતિક ખેતી થકી વેલ્યુ એડીશન કરેલા અમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામના દિનેશભાઈ સવસૈયા અને અંજીરમાંથી જૈસી, નીમ, ચટ્ટણી જેવી દસ જેટલી પ્રોડકટનું વેચાણ કરેલ. જયારે બોરડી ગામના લાલજીભાઈ દ્વારા ગુવાર, કોઠીંબા, કારેલા, ટમેટા ની વિવિધ કાચરીઓ બનાવીને વેચાણ કરેલ છે. જયારે ચિતલ ગામના યુવા એન્ટર પિન્યોરશ્રી પ્રતિકભાઈ દાવડા અને પરેશભાઈ માંગરોળીયા દ્વારા સનેડા અને મીની ટ્રેકટર આ કૃષિ મેળામાં મુકવામાં આવેલ.
કૃષિ મેળામાં હાજર પત્રકારો દ્વારા ઈફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીને પુછવામાં આવ્યુ કે, તમે આ સ્ટોલ ઉપર ઊભા રહીને અધિકારીઓ, પદાધિકારીઓ અને ખેડુતોને કહયુ કે અમારા અમરેલીની ઓળખ છે આવુ કેમ કરો છો ? ત્યારે દિલીપભાઈ સંઘાણીએ જનમેદની વચ્ચે કહયુ કે મને અમરેલી જિલ્લાના જનતાએ જિલ્લા પંચાયત સદસ્ય, નગરપાલિકા પ્રમુખ, ધારાસભ્ય, સાંસદ, ગુજકોમાસોલ અને ઈફકો સહિતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સુધી પહોંચાડનાર અમરેલી જિલ્લાની જનતા છે. તેનુ ઋણ કયારેય ચુકવી ન શકુ. અમરેલી જિલ્લાના ખેડુતો અને ઉદ્યોગકારો માટે જે કરવુ પડે તે તમામ પ્રયત્ન કરીશ.ખેડુતોના દિકરાઓ ખેતી છોડીને ગામડા અને વિદ્યા એકના ફળીયા છોડી મહાનગરોમાં નાની ઓરડીમાં રહી મજુરી કરતા ખેડુતોના દિકરાઓને આહવાન છે ખેતી અને પશુપાલન સાથે જોડાવ ગાયો ખરીદવા, શેડ બનાવવા આર્થિક લોન–મદદ સરકાર અને બેંક કરશે.કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદના માધ્યમ થકી રોજગારલક્ષી, ખેતિલક્ષી, ઉદ્યોગલક્ષી કામગીરી હાથ ધરવામાં આવશે જેનો ફાયદો આગામી સમયમાં અમરેલી જિલ્લામાં મળશે તેમ અખબારી યાદીના અંતમાં જણાવાયેલ છે.
Recent Comments