રાષ્ટ્રીય

કૃષિ કાયદો હટાવ્યા બાદ સોશિયલ મીડિયામાં રિએક્શન

જાેકે કેટલાક લોકો ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચાયા તેનો વિરોધ પણ કરી રહ્યા છે. એક ટિ્‌વટર યુઝરે લખ્યું હતું કે, ‘આ ખૂબ દુખદ છે કે, કેટલાક માથાફરેલાઓની ચઢામણીમાં આવીને તમે નવા કૃષિ કાયદા રદ્દ કરી દીધા છે. આ કૃષિ કાયદાઓનું મહત્વ નોકરી માટે અન્ય શહેરોમાં વસેલા લોકોને ખબર હતી જેઓ ખેતી માટે સમયસર ઘરે નહોતા આવી શકતા.’ અન્ય એક ટિ્‌વટર યુઝરે લખ્યું હતું કે, ‘આ બિલકુલ ખોટું થઈ રહ્યું છે, આ બિલ સાથે લાખો ખેડૂતોની આકાંક્ષાઓ સંકળાયેલી છે અને કેટલાક વચેટિયાઓના દબાણમાં આવીને કૃષિ કાયદા પાછા લેવામાં આવે તે યોગ્ય નથી, અને જે લોકો એમએસપીની ગેરન્ટી માગી રહ્યા છે તેઓ છેલ્લા ૭૫ વર્ષથી ક્યાં હતા?’વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે પોતાના રાષ્ટ્રજાેગ સંબોધન દરમિયાન ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની ઘોષણા કરી હતી. દિલ્હીની વિવિધ સરહદોએ ચાલી રહેલા ખેડૂત આંદોલનને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા આ ર્નિણય લેવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં રિએક્શનનું ઘોડાપૂર સર્જાયું છે. કેટલાક લોકો આ ર્નિણયને ચૂંટણી સાથે સાંકળીને જાેઈ રહ્યા છે તો કેટલાક લોકો તેને માસ્ટરસ્ટ્રોક ગણાવી રહ્યા છે. હકીકતે ગુરૂ નાનક દેવના પ્રકાશ પર્વ નિમિત્તે રાષ્ટ્રજાેગ સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘ખેડૂતોના હિતની વાત અમે કેટલાક ખેડૂતોને સમજાવી ન શક્યા, કદાચ અમારી તપસ્યામાં ઉણપ રહી. ભલે ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે કૃષિ કાયદાઓને પરત લેવાનો ર્નિણય લીધો છે.’ વડાપ્રધાનની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયામાં રિએક્શનનું પૂર જાેવા મળી રહ્યું છે. એક યુઝરે ટિ્‌વટર પર લખ્યું હતું કે, ‘પેટા ચૂંટણીની હારે મોદીજીને ઘણું બધું શીખવી દીધું, પહેલા પેટ્રોલ ડીઝલની કિંમતો ઘટાડી, હવે ત્રણેય કૃષિ કાયદા પાછા લેવા પડ્યા, દુનિયા ઝુકે છે, ઝુકાવનારૂ જાેઈએ.’ ‘કૃષિ આંદોલનમાં શહીદ થયેલા ૭૦૦ કરતા વધારે ખેડૂતોને નમન, તમારી કુરબાની વ્યર્થ નથી ગઈ, આખરે મોદીએ ઝુકવું જ પડ્યું, ખેડૂત એકતા જિંદાબાદ! ઈંકલાબ જિંદાબાદ!’ જ્યારે અન્ય એક યુઝરે ટિ્‌વટમાં લખ્યું હતું કે, ‘એક અભિમાની, અહંકારી, ઘમંડી અને ૭૦૦ ખેડૂતોની હત્યારી સરકારે આખરે ખેડૂતોના અહિંસક આંદોલન સામે ઝુકવું જ પડ્યું પરંતુ આ અડધી જીત છે. જ્યાં સુધી એમએસપીની કાયદાકીય ગેરન્ટી નહીં મળી જાય બધા નમે છે, નમાવનારૂ હોવું જાેઈએ.

Related Posts