કૃષિ બિલના ફાયદા સમજાવતા રૂપાલાએ કહ્યું- પહલે ઈસ્તમાલ કરે ફીર વિશ્વાસ કરે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક પરસોતમ રૂપાલાએ પોરબંદર જિલ્લામાં બે જાહેર સભા સંબોધી હતી જેમાં રમૂજ કરતા અનેક વાત કરી હતી. ત્યારે કૃષિ બિલ મામલે પણ પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે પહલે ઈસ્તમાલ કરે ફીર વિશ્વાસ કરે. રાણાકંડોરણા ગામે રૂપાલાએ કૃષિ બિલના ફાયદા સમજાવ્યાં હતા.
કૃષિ બિલની વાત કરતાં કરતાં રૂપાલાએ ખેડૂતોને કહ્યું હતું કે પહેલે ઈસ્તમાલ કરે ફીર વિશ્વાસ કરે. આ સાથે જ કૃષિ બિલની વાત કરતા વિપક્ષ પર આક્ષેપ પણ કર્યો હતો. સભામાં મતદારોને અને ખેડૂતોને આ બિલના ફાયદા પણ સમજાવ્યાં હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જાેરશોરથી ભાજપ દ્રારા પ્રચાર ચાલી રહ્યો છે. ભાજપના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કૃષિબિલ વિશે વાત કરી હતી અને રમૂજ સ્વભાવમાં વાત કરી હતી કે એક બાર ઇસ્તમાલ કરે ફીર વિશ્વાસ કરે. આ સાથે જ લોકોને મતદાન કરવા અપીલ કરી હતી.
Recent Comments