કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે MSP લઈને મોટું નિવેદન આપ્યું
કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે સ્જીઁને લઈને મોટું નિવેદન આપ્યું છે. તોમરે કહ્યું છે કે કાયદો પરત આવ્યા બાદ હવે ખેડૂતોએ આંદોલન ખતમ કરીને ઘરે પરત ફરવું જાેઈએ. તેમણે કહ્યું કે, સ્જીઁને વધુ પારદર્શક અને અસરકારક બનાવવા માટે ઁસ્એ એક સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે, જેમાં આંદોલનકારી ખેડૂતોને પણ સામેલ કરવામાં આવશે. ખેડુત સંગઠનોની ખેડૂતોને પરાળ સળગાવવાના ગુનાહિત કેસમાંથી મુક્ત કરવાની માંગ પણ સ્વીકારવામાં આવી છે. તોમરે કહ્યું કે જ્યાં સુધી આંદોલન દરમિયાનના કેસની વાત છે, તે રાજ્ય સરકાર હેઠળ છે અને રાજ્ય સરકાર કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈને ર્નિણય લેશે.
કૃષિ મંત્રીએ કહ્યું કે, ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચાયા બાદ હવે આંદોલનનો કોઈ અર્થ નથી. મોટા દિલનો પરિચય આપતા પીએમ મોદીની અપીલ માનો અને ખેડૂતો ઘરે પાછા ફરો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાક વૈવિધ્યકરણ, ઝીરો-બજેટ ફાર્મિંગ અને સ્જીઁ સિસ્ટમને વધુ પારદર્શક અને અસરકારક બનાવવાના મુદ્દાઓ પર વિચારણા કરવા માટે એક સમિતિની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આ સમિતિમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓને સામેલ કરવામાં આવશે. આ કમિટીના ગઠન સાથે સ્જીઁ અંગે ખેડૂતોની માંગ પૂરી થશે.
કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોના સંગઠનોએ ખેડૂતો દ્વારા પરાળી સળગાવવાને ગુનામુક્ત બનાવવાની માંગણી કરી હતી. કેન્દ્ર સરકારે પણ આ માંગણી સ્વીકારી લીધી છે. ખેડૂતોના આંદોલનને ચાલુ રાખવાના ર્નિણય પર કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે ત્રણ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત પછી ખેડૂતોનું આંદોલન ચાલુ રાખવાનો કોઈ અર્થ નથી. હું ખેડૂતોને તેમના આંદોલનને સમાપ્ત કરવા અને ઘરે જવા વિનંતી કરું છું.
Recent Comments