કૃષિ મહોત્સવ થકી ૧૦ કિલો ઘી, ૫ થી ૬ કિલો માખણ તેમજ દૂધ માટે ૩૦ લોકોના ઓર્ડર પ્રાપ્ત થયા : શ્રી મહેશભાઈ મકવાણા
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૩ અંતર્ગત ભાવનગર જિલ્લામાં આજે પણ વાળુકડ હાઈસ્કૂલ ખાતે મહોત્સવનો પ્રારંભ કરાયો હતો.
મહોત્સવ અંતર્ગત ઘણાં સ્ટોલ હાઈસ્કૂલના પ્રાંગણમાં ખેડૂતોના હિતમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. મહેશભાઈ મકવાણા એ ‘ભાવેણા મિલ્ક’ ના નામથી પોતાનું સ્ટાર્ટઅપ શરુ કર્યું છે. આત્મનિર્ભર ભારત મા મહેશભાઈ મકવાણા પોતાના ભાવેણા મિલ્ક દ્વારા શુધ્ધ, સાત્વિક અને તાજા દૂધ, દહીં, છાશ, માખણ અને ઘીમીહોમ ડિલીવરી કરે છે. આવાનરા સમયમાં તેઓ કોઠી આઈસ્ક્રીમનું ઉત્પાદન પણ શરૂ કરવાના છે.
મહેશભાઈ અને તેમના ચાર ભાઈ કુલ ૪૦ થી ૪૫ પશુધન ધરાવે છે અને છેલ્લા ૧ મહિના થી ભાવેણા મિલ્ક દ્વારા ૨૦૦ થી ૨૫૦ લોકો ને કાચની બોટલમાં દૂધ બરફની પેટીમાં રાખીન્ કરીને હોમ ડિલીવરી કરી રહ્યા છે. કૃષિ મહોત્સવ થકી ૧૦ કિલો ઘી, ૫ થી ૬ કિલો માખણ તેમજ દૂધ માટે ૩૦ લોકોના ઓર્ડર પ્રાપ્ત થયા
કૃષિ મહોત્સવ ના આયોજન દ્વારા મહેશભાઈના ‘ભાવેણા મિલ્ક’ ના સ્ટાર્ટઅપ ને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે તેના માટે તેઓ આભાર વ્યક્ત કરે છે.
Recent Comments