fbpx
ગુજરાત

કૃષિ યુનિવર્સિટીનો પદવિદાનઃ ૪૧ વિદ્યાર્થીઓને કુલ ૧૦૧ ગોલ્ડ મેડલ એનાયત કરાયાં

આજની યુવા પેઢીને જે શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે પોતાના સુધી સીમિત ન રાખતાં સમાજ જીવનના કલ્યાણ માટે ઉપયોગ કરવો જાેઈએ. તેમજ જે વિદ્યાર્થી આજીવન વિદ્યાર્થી બની રહે છે તે દુનિયાને કંઈક નવું આપી શકે છે.એમ આણંદ કૃષિ યુનિવર્સિટીના ૧૭મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું. આ પદવીદાન સમારોહમાં વિવિધ ફૅકલ્ટીના ૪૧ વિદ્યાર્થીઓને કુલ ૧૦૧ ગોલ્ડ મેડલ એનાયત કરાયાં હતાં.આ સમારોહમાં વિવિધ યુનિ.ના કુલપતિઓ, બોર્ડના સભ્યો, વિવિધ ફેક્લટીઓના વડાઓ, પ્રધ્યાપકઓ, વૈજ્ઞાનિકો, સુવર્ણપદક ધારક વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

સ્કુલ સમયગાળા દરમિયાન સરેરાશ પરિણામ મેળવતા વિદ્યાર્થી પાસેથી ગોલ્ડ મેડલની અપેક્ષા કેટલી રાખી શકાય ? અને એ પણ એક નહીં, પણ નવ-નવ ગોલ્ડ મેડલ અને એક કેસ પ્રાઈઝ.. વાત માનવામાં ન આવે તેવી લાગે પણ સાચી છે. મૂળ ઊંઝાનો અને હાલમાં ભરૂચના આમોદ તાલુકાના ડોરા ગામ ખાતે વેટરનરી તબીબ તરીકે ફરજ બજાવતા ડો. જયેશ મણીયારને આણંદ કૃષિ યુનિવર્સિટીના ગુરૂવારે યોજાયેલા ૧૭માં પદવીદાન સમારોહમાં નવ ગોલ્ડ મેડલ મળ્યા હતા. આ અંગે વાત કરતાં ડો. જયેશ મણીયારે કહ્યું હતું કે, સ્કુલના સમય દરમિયાન હું એવરેજ સ્ટુડન્ટ હતો.

ધોરણ ૧૨માં મારે ૮૦ ટકા આવ્યા એ પછી મને એમબીબીએસ કરી તબીબ બનવાની ઈચ્છા હતી. પરંતુ પિતા મીઠાલાલ નાસ્તાની દુકાન ચલાવીને ગુજરાન ચલાવતા હોઈ તેની ઊંચી ફી પરવડે તેમ નહોતું. એ સમયે કૃષિ યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યું હતું. જેમાં આણંદ કૃષિ યુનિવર્સિટીના વેટરનરી સાયન્સમાં મને પ્રવેશ મળ્યો હતો. જાેકે, આર્થિક સ્થિતિ સારી ન હોય એ સમયે ફળીયાના લોકો તેમજ મારા ખાસ મિત્રના માતા-પિતાએ મને ખૂબ આર્થિક સહાય કરી મારી કોલેજ-હોસ્ટલ સહિતની ફી ભરી હતી.

Follow Me:

Related Posts