fbpx
સૌરાષ્ટ - કચ્છ

કૃષિ યુનિ.ના નિવૃત્ત પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિકોનું ૪૭ મહિનાનું એરિયર્સ બાકી

રાજ્યમાં કાર્યરત ચાર કૃષિ યુનિવર્સિટીના તમામ નિવૃત્ત પ્રાધ્યાયક અને વૈજ્ઞાનિકોને જાન્યુઆરી ૨૦૧૬થી સાતમો પગારપંચ મંજૂર કરવામાં આવ્યો છે. પરંતુ તેમને પેન્શનનું ચુકવણું ડિસેમ્બર ૨૦૧૯થી આપવામાં આવે છે. એટલે ૪૭ માસના એરીયર્સની રકમ બાકી છે. આ અંગે નિવૃત પ્રાધ્યાયક અને વૈજ્ઞાનિકોએ યુનિવર્સિટીના કુલપતિ, નાણામંત્રી તેમજ મુખ્યમંત્રીને લેખીત અને રૂબરૂ જઇ રજુઆતો કરી છે. ત્યારે દરવખતે માત્ર ઠાલા આશ્વાસનો જ આપવામાં આવે છે. આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલ ગુજરાતની તમામ યુનિવર્સિટીના નિવૃત અધ્યાપકોને ઘણા સમય પહેલા બે હપ્તામાં એરીયર્સની રકમ ચુકવી દેવામાં આવી છે. પરંતુ કૃષિ યુનિવર્સિટીના નિવૃત પ્રાધ્યાપકો અને વૈજ્ઞાનિકો હજુ સુધી ૪૭ માસના એરિયર્સથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. જેનું પાછળનું કારણ સમજાતું નથી. તાજેતરમાં કૃષિ યુનિવર્સિટીના બિનશૈક્ષણિક કર્મચારીઓ અને અધિકારીઓને સાતમા પગારપંચની એરિયર્સની રકમ યુનિવર્સિટીના સ્વભંડોળમાંથી ચૂકવવા આદેશ કરાયો હતો. એ જ રીતે શૈક્ષણિક કર્મચારીઓને પણ ચુકવણી કરવામાં આવે એવી જૂનાગઢ કૃષિ યુનિ. અધ્યાપક પેન્શનર મંડળે અંતમાં માંગણી કરી છે.જૂનાગઢ સહિત રાજ્યની ચારેય કૃષિ યુનિવર્સિટીના નિવૃત પ્રાધ્યાપકો અને વૈજ્ઞાનિકોનું સાતમાં પગાર પંચનું ૪૭ માસનું એરિયર્સ બાકી છે. જે સત્વરે ચુકવવા અંગે અનેક રજૂઆતો કરી હોવા છતાં માત્ર આશ્વાસનો જ મળી રહ્યા છે. ત્યારે એરિયર્સની બાકી ૨કમ ચુકવવાની માંગ સાથે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિવૃત અધ્યાપક પેન્શનર મંડળે માંગણી કરી છે.

Follow Me:

Related Posts