fbpx
અમરેલી

કૃષિ રાહત પેકેજમાં અમરેલી જીલ્લાને હળહળતો અન્યાય કરતી ભાજપ સરકાર : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

ચાલુ વર્ષે સમગ્ર અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિને લીધે ખેડુતોનો ખરીફ પાક ઉભે ઉભો ખેતર માં જ બળી ગયો છે, જેમાં કપાસ,તલ,મગફળી,સોયાબીન વગેરે જેવા પાકોનું વાવેતર ખેડુતોએ કર્યુ હતુ, પરંતુ સપ્ટેમ્બર મહિનામાં વધુ પડતા વરસાદના લીધે આ તમામ પાકો સદંતર નિષ્ફળ નિવડા છે ત્યારે રાજય સરકારે અમરેલી જીલ્લાના ખેડુતોને અતિવૃષ્ટિથી થયેલ નુકશાની માંથી ઉગારવા માટે ખેડુતોને આર્થિક સહાય પેકેજની મદદની જરૂર હતી ત્યારે ગુજરાતની ભાજપ સરકાર દ્રારા આર્થિક સહાય પેકેજ માંથી અમરેલી જિલ્લાને હળ હળતો અન્યાય કરીને બાદબાકી કરવામાં આવી છે અને અમરેલી જિલ્લાના ખેડુતોને પડયા ઉપર પાટુ મારવાનું કામ આ ભાજપ સરકારે કર્યુ છે, અમરેલી જિલ્લાના ખેડુતોની દિવાળી બગડે નહી અને ખેડુતો દેવાના બોજ તળે દબાય ન જાય તેના માટે રાજય સરકાર તત્કાલ કૃષિ સહાય પેકેજમાં અમરેલી જિલ્લાનો સમાવેશ કરીને ખરીફ પાક નુકશાનીની રકમ ખેડુતના ખાતામાં યુધ્ધના ધોરણે જમા કરવામાં આવે તેવી માંગણી અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ કરી છે.

Follow Me:

Related Posts