કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ખાતે યોજાયેલા ઇકો ક્લબ વર્કશોપમાં શિક્ષકો જોડાયા
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન અમરેલી સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા અમરેલી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી ખાતે ઇકો ક્લબ વર્કશોપ-તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના ૬૯ જેટલા શિક્ષકોએ ઉત્સાહપૂર્વકભાગ લીધો હતો. વર્કશોપમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના ડૉ. એન. એસ. જોષી, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. પી. જે. પ્રજાપતિ, કૃષિ વૈજ્ઞાનિકશ્રી એસ. જી. બારિયા તેમજ ખેતી અધિકારીશ્રીઓ દ્વારા શિક્ષકોને વિવિધ ઔષધીય પાકોની ઓળખ અને તેના ઉપયોગ, પ્રાકૃતિક ખેતીનું મહત્વ, કિચન ગાર્ડન, શાળા ખાતે તૈયાર કરવા માટે ઔષધીય બગીચો અને વિવિધ શાકભાજી તથા ઉપયોગી વૃક્ષો વગેરેની વાવેતર પદ્ધતિ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, અમરેલીના પ્રાચાર્ય દક્ષાબેન પાઠક, લેક્ચરરશ્રી લેખાબેન મહેતા સહિતનાઓએ ઉપસ્થિત રહી, શાળામાં બાળકો સુધી આ તાલીમનો વ્યવહારિક રીતે અમલ કરવા સહિતનું માર્ગદર્શન, શિક્ષકશ્રીઓને પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમના ભાગરુપે શિક્ષકશ્રીઓએ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેના વિવિધ નિદર્શન એકમોની ફિલ્ડ મુલાકાત પણ લીધી હતી.
Recent Comments