fbpx
અમરેલી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અમરેલી ખાતે ૧૯મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક સંપન્ન

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અમરેલી ખાતે તા. ૩૦/૦૧/૨૦૨૪ના રોજ ૧૯મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો ડૉ. નેહા તિવારી,  શ્રી એન. એમ. કાછડિયા, શ્રી વી. એસ. પરમાર, ડૉ. અરુણ લક્કડ, પ્રો. પી. વી. મહેતા અને શ્રી એન. જે. હડિયા દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વર્ષ ૨૦૨૩માં થયેલી કામગીરી અને વર્ષ ૨૦૨૪માં કરવાની થતી વિવિધ કામગીરીનું પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતું, અને આમંત્રિત મહાનુભાવો તેમજ ખેડૂતો દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમરેલી ખાતે કાર્યરત સંસ્થા શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર, અને જુનાગઢ કૃષિ યુનિવર્સીટી વચ્ચે વિસ્તરણ પ્રવત્તિઓ માટે મહત્વના એમ.ઓ.યુ કરવામાંઆવ્યા હતા. કાર્યક્રમના અંતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સંપાદિત ૧૪ ખેડૂત ઉપયોગી ફોલ્ડર્સનું વિમોચન કરવામાં આવ્યું હતું,

      આ બેઠકમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડૉ. એન બી. જાદવ,ડૉ. ડી.વી.તારપરા, સહ સંસોધન નિયામકશ્રી,સહવિસ્તરણ શિક્ષણ શાસ્ત્રીશ્રી ડૉ. એચ. સી. છોડવડીયા, ડૉ. ડી.વી.તારપરા,સુકી ખેતી સંશોધન કેન્દ્ર તરઘડીયાથી સહ સંશોધન નિયામક શ્રી ડૉ. ડી. એસ. હિરપરા, અમરેલી કૃષિ સંશોધન કેન્દ્રથી ડૉ. વી. એન. ગોહિલ,મોટા ભંડારિયા કૃષિ મહાવિદ્યાલય આચાર્યશ્રી ડૉ. એ. એસ. દુધાત, નાયબ પશુપાલન નિયામક ડૉ. એમ. બી. કુનડીયા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,અમરેલીના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ. પી. જે. પ્રજાપતિ તથા કેવીકે, અમરેલીનો તમામ સ્ટાફ હાજર રહ્યાં હતા.

      આ ઉપરાંત કાર્યક્ર્મમાં સમિતિના સભ્યો એવા જીલ્લા ખેતવાડી અધિકારી શ્રી જે. કે. કાનાણી,વિસ્તરણ નાયબ ખેતી નિયામકશ્રી બી. એચ. પીપળીયા, નાયબ બાગાયત નિયામક શ્રી જે. ડી. વાળા, તેમજ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રના ડાયરેક્ટરશ્રી ધીરુભાઈ વાગડિયા સહીત કુલ ૧૬ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ અને બહેનોએ  હાજરી આપી હતી.  તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલીના વડા ડૉ. પી.જે. પ્રજાપતિની એક યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts