અમરેલી

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઇન્સેકટીસાઈડ રેજિસ્ટન્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ચિતલ ખાતે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી દ્રારા ચિતલ ખાતે IRM પ્રોજેક્ટ અંતર્ગત IRM (ઇન્સેકટીસાઈડ રેજિસ્ટન્ટ મેનેજમેન્ટ) પ્રોજેક્ટ અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો.એન.એસ.જોશીના માર્ગદર્શન હેઠળ વૈજ્ઞાનિક શ્રી કાછડીયા,  શ્રી પ્રજાપતિ,  શ્રી પરમાર,  શ્રી સુજીત બારિયા અને નિહિત ઘોણીયા દ્રારા ખેડૂતોને વિવિધલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક શ્રી  કાછડીયા દ્વારા ફેરોમેન ટ્રેપ અને ઇન્સેકટીસાઈડ રેજિસ્ટન્ટ મેનેજમેન્ટ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી .

વૈજ્ઞાનિકશ્રી પ્રજાપતિએ કપાસના પાકની ખેત પદ્ધતિ અને ખાતર વ્યવસ્થાપન વિષે વિસ્તૃત સમજ આપી હતીm વૈજ્ઞાનિકશ્રી પરમાર દ્વારા વિવિધ કૃષિલક્ષી માહિતીના સ્ત્રોત અને વિવિધ કૃષિ માટેની એપ્લીકેશન વિષે માહિતી આપવામાં આવી હતી. ખેતી અધિકારીશ્રી સુજીત બારિયા દ્વારા જમીન પૃથ્થકરણ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. એગ્રોમેટ ઓબ્ઝર્વરશ્રી નિહિત ઘોણીયા દ્રારા હવામાન આધારિત કૃષિ સલાહ અંગે માહિતી આપવામાં આવી હતી. ચિતલ ગામના ખેડૂત ભાઈ-બહેનોએ આ તાલીમ શિબિરમાં ભાગ લીધો હતો.

Related Posts