કૃષ્ણપરામાં શ્રી બાલા હનુમાનજી આશ્રમમાં ભક્તિભાવ સાથે ઉજવાશે ગુરુ પૂર્ણિમા શ્રી તપસ્વીબાપુનાં સ્થાનમાં ગુરૂપૂજન અને મહાપ્રસાદનું આયોજન ઈશ્વરિયા બુધવાર તા.૧૭-૭-૨૦૨૪ કૃષ્ણપરા ગામમાં શ્રી બાલા હનુમાનજી આશ્રમ શ્રી તપસ્વીબાપુનાં સ્થાનમાં ભક્તિભાવ સાથે ગુરુ પૂર્ણિમા ઉજવાશે. ગુરૂપૂજન અને મહાપ્રસાદનું આયોજન થયું છે. સણોસરા પાસે આવેલાં કૃષ્ણપરા ગામે રમણીય વાતાવરણમાં શ્રી તપસ્વીબાપુનાં સ્થાન આશ્રમમાં આગામી રવિવારે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવામાં આવશે. શ્રી બાલાજી આશ્રમમાં આ પર્વ પ્રસંગે ગુરૂપૂજન અને મહાપ્રસાદનું આયોજન થયું છે. સમગ્ર આયોજનમાં આશ્રમ પરિવાર દ્વારા તૈયારીઓ થઈ છે. આ પ્રસંગે લાભ લેવા અહીંનાં કાર્યકર્તા શ્રી હરિશંગભાઈ ગોહિલ અને સેવક પરિવાર દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ અપાયું છે.
કૃષ્ણપરામાં ભક્તિભાવ સાથે ઉજવાશે ગુરુ પૂર્ણિમા

Recent Comments