પોષણ પખવાડિયા નિમિત્તે સિહોર તાલુકાના કૃષ્ણપરા ગામે શ્રી ધાન્ય યાત્રા યોજાઈ ગઈ. સંકલિત બાળવિકાસ યોજના કચેરીના અધિકારી શ્રી હેમાબેન દવેના માર્ગદર્શન સાથે આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળા આચાર્ય શ્રી મનસુખભાઈ સાસાણી, શિક્ષકો શ્રી કનુભાઈ મુંધવા, શ્રી પ્રવીણભાઈ ચૌહાણ, શ્રી સંદીપભાઈ મકવાણા તથા શ્રી ગીતાબેન પરમારના સંકલન સાથે આંગણવાડી વિભાગના શ્રી સવિતાબેન ગોહિલ, શ્રી જીતેશભાઈ ચોવટિયા, આંગણવાડી કેન્દ્રના શ્રી કાજલબેન ગોહિલ, શ્રી જયશ્રીબેન રાઠોડ અને શ્રી નિધીબેન ભટ્ટ દ્વારા જહેમત ઉઠાવાઈ હતી. સરપંચ શ્રી હરિશંગભાઈ ગોહિલની વિશેષ ઉપસ્થિત સાથે આ કાર્યક્રમ યોજાયો હતો.
કૃષ્ણપરા ગામે યોજાઈ શ્રી ધાન્ય યાત્રા

Recent Comments