કેજરીવાલની ધરપકડ પર અમેરિકાની ટિપ્પણી બાદ ભારતના કડક વલણની અસર દેખાવા લાગી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડનો તાજેતરમાં અમેરિકા, જર્મની અને સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ વિરોધ કર્યો હતો. જે બાદ ભારતના વિદેશ મંત્રાલયે કડક વલણ અપનાવ્યું હતું અને ચેતવણી આપી હતી કે આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ ન કરવો જાેઈએ, જાે આવું ચાલુ રહેશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ ટિપ્પણીઓ અંગે પાકિસ્તાની મૂળના એક પત્રકારે અમેરિકન અધિકારીને પૂછ્યું કે અમેરિકા ભારતના વિરોધનું સમર્થન કરે છે પરંતુ પાકિસ્તાન વિરોધ માટે બોલતું નથી.
જેનો જવાબ આપતી વખતે અમેરિકન ઓફિસરના ચહેરા પર ભારતની ચેતવણીનો ડર સ્પષ્ટ દેખાતો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પાકિસ્તાની મૂળના એક પત્રકારે પૂછ્યું કે, અમેરિકા ભારતના વિરોધ માટે અવાજ ઉઠાવે છે પરંતુ પાકિસ્તાનના વિરોધ માટે આવું દેખાતું નથી. જ્યારે પાકિસ્તાનમાં મહિલાઓ સહિત અનેક રાજકીય નેતાઓ જેલમાં છે. જેના જવાબમાં પ્રવક્તા પાસે કહેવા માટે કંઈ જ નહોતું. તેમણે જવાબ આપ્યો કે અમેરિકાનું વલણ તમામ દેશો માટે સમાન છે. ઘણા પ્રસંગોએ અમે પાકિસ્તાન માટે પણ આવો અવાજ ઉઠાવ્યો છે.
પાકિસ્તાનમાં પણ ઘણા વિપક્ષી નેતાઓ જેલમાં છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈના સંસ્થાપક ઈમરાન ખાન લાંબા સમયથી જેલમાં છે. પાકિસ્તાનની ચૂંટણી દરમિયાન જ પીટીઆઈના ઘણા નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. જેનો અમેરિકા દ્વારા વિરોધ કરવામાં આવ્યો નથી અને તાજેતરમાં જ બિડેને પાકિસ્તાનના નવા વડાપ્રધાન સાથે ફોન પર વાત કરી સંબંધો સુધારવાની વાત કરી હતી. દિલ્હીના લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી છે. તેણે તેની ધરપકડ અને રિમાન્ડ સામે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેની સુનાવણી બાદ કોર્ટે બુધવારે પોતાનો ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો. દિલ્હી હાઈકોર્ટ આજે ૪ એપ્રિલે તેમની અરજી પર ચુકાદો આપી શકે છે. આ સિવાય તેમને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજી પર પણ આજે સુનાવણી થઈ રહી છે.
Recent Comments