fbpx
ગુજરાત

કેજરીવાલનો એક મહિનામાં ત્રીજી વખત ગુજરાત પ્રવાસ, પંજાબ પછી આપની PM મોદી-શાહના ગઢ પર નજર

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પાર્ટીના ચુંટણી અભિયાનને ધાર આપવામાં લાગી ગયા છે. ગુજરાતમાં આ વખતે પાંચ ફેક્ટર છે, જેનાથી અરવિંદ કેજરીવાલની આશાઓ વધી ગઈ છે. આજ કારણ છે કે, એક મહિનામાં કેજરીવાલનો આ ત્રીજો પ્રવાસ છે જ્યારે દસ દિવસમાં તેઓ અહીં બીજી વખત પહોંચ્યા છે. એવામાં અમે તમને જણાવીએ કે, આમ આદમી પાર્ટી આખરે ક્યા કારણે 7 મહિના પહેલા જ ગુજરાતમાં પોતાની  તાકાત લગાવી રહી છે ? 

નિકાય ચુંટણીમાં AAPની જીત 

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની આશાઓ ત્યારે જાગી જ્યારે સ્થાનીય ચુંટણીમાં જીતનો સ્વાદ ચાખ્યો. દક્ષિણ ગુજરાતના સૂરત નગર નિગમની ચુંટણીમાં આમ આદમી પાર્ટી 27 સીટ જીતવામાં સફળ રહી હતી જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવી શકી ન્હોતી. સુરતમાં બીજેપી 93 સીટ જીતીને પોતાના મેયર બનાવવામાં સફળ રહી, પરંતુ પાટીદાર બહુલ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની જીતે તેમનો ઉત્સાહ વધારી દીધો છે. તે ઉપરાંત ગાંધી નગર સહિત અનેક શહેરોમાં આમ આદમી પાર્ટી ખાતું ખોલવામાં સફળ રહી. આ જ યુંટણી પરીણામ બાદ સૌરાષ્ટ્રમાં તેમની અપેક્ષાઓ વધી ગઈ છે. સૌરાષ્ટ્રના પાટીદાર સમુદાય બીજેપીથી નારાજ માનવામાં આવી રહ્યા છે, તેમણે આ પહેલા કોંગ્રેસને વોટ આપ્યો હતો, તે જ વોટમાં પૈઠ બનાવવાનો પ્રયત્ન કેજરીવાલ કરી રહી છે. 

BTPની સાથે AAPનું ગઠબંધન 

ગુજરાતમાં આદિવાસી સમુદાયના વોટ ઘણા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યા છે. 15 % ધરાવતા આદિવાસી સમુદાય માટે 27 સીટ રિઝર્વ છે, જ્યારે તેની અસર સૌથી વધુ સીટો પર છે. આદિવાસી સમુદાયના વોટને સાધવા માટે અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીની સાથે ગઠબંધન કર્યું છે. AAP અને બીટીપીથી કેજરીવાલની પાર્ટીને પોતાની અપેક્ષાઓ નજર આવી રહી છે, જેનાથી ગ્રામીણ વિસ્તારમાં પગ પસારવાની તક મળી ગઈ છે. 

કોંગ્રેસમાં જૂથબાજી હાવી 

ગુજરાત કોંગ્રેસના મુખ્ય નેતાઓ વચ્ચે અંદરખાને કલેશ હાલ ચરમ પર છે. કોંગ્રેસના તમામ નેતા પાર્ટીની જગ્યાઓ પોત-પોતાની પાર્ટી મજબૂત કરવામાં લાગ્યા છે. ગુજરાત કોંગ્રેસ અનેક જૂથમાં વહેંચાયેલી છે. જેમાં શક્તિસિંહ ગૃપ, ભરત સોલંકી ગૃપ, જગદીશ ઠાકોર ગૃપ અને હાર્દિક ગૃપ બની ગયા છે. ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હાર્દીક પટેલે સતત પ્રદેશ નેતૃત્વ વિરુદ્ધ મોર્ચો ખોલ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસની જૂથબાજૂથી આમ આદમી પાર્ટીની આશાઓ દેખાઈ છે, જેના કારણે ગત દિવસોમાં કોંગ્રેસના કેટલાક પૂર્વ ધારાસભ્યોએ આમ આદમી પાર્ટીનો હાથ પકડ્યો છે. તેનાથી કેજરીવાલનો હોસલો બુલંદ થઈ ગયો છે. 

એન્ટી ઈન્કમ્બેંસી ફેક્ટર 

ગુજરાતમાં બીજેપી 27 વર્ષથી સત્તામાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આ વખતે બીજેપી 6 વખત સરકારમાં આવવા માટે દમ લગાવી રહી હશે પરંતુ તેમની સામે એન્ટી ઈન્કમ્બેંસીનો પડકાર પણ છે. બીજેપી માટે અહીં સત્તા વિરોધી લહેરની ચિંતા એટલા માટે વધુ હોય શકે છે, કારણ કે ગત ચુંટણીમાં તેમની સીટ સૌથી નીચે ચાલી ગઈ હતી. જો કે, બીજેપીએ ગુજરાતમાં મુખ્યમંત્રીની સાથે-સાથે પૂરી કેબીનેટને બદલાવી સત્તા વિરોધી લહેરનેપણ ખતમ કરવાનો દાવ ચલાવ્યો છે, પરંતુ તેની 27 વર્ષની એન્ટી ઈન્કમ્બેંસીનો ફાયદો ઉઠાવવાની તૈયારી કેજરીવાલ કરી રહ્યા છે. આ  જ કારણ છે કે સતત ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. 

પંજાબની જીતથી વધ્યો ઉત્સાહ 

આમ આદમી પાર્ટીને તાજેત્તરમાં પંજાબમાં જબરદસ્ત જીત મળી છે તો ગોવામાં પાર્ટીનું ખાતુ ખુલ્યું છે. દિલ્હી બાદ પંજાબમાં હવે આમ આદમી પાર્ટીની સરકાર છે, જેનાથી તેમનું મનોબળ વધ્યું છે. એવામાં પંજાબમાં મળેલી જીત બાદ અરવિંદ કેજરીવાલે ભગવંત માનની સાથે ગુજરાતનો પ્રવાસ કર્યો હતો. જેથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર કરવામાં આવી શકે. કેજરીવાલને ગુજરાતમાં સિયાસી આશા દેખાવા લાગી છે, જેના કારણે એક પછી એક પ્રવાસ કરી રહી છે અને ઘોષણાઓ શરૂ કરી દીધી છે. 

Follow Me:

Related Posts