ગુજરાત

કેજરીવાલ અને ભગવંત માન બે દિવસ ગુજરાતની મુલાકાતે,3 એપ્રિલનો કાર્યક્રમ: ગુજરાત માટે AAp નો પ્લાન

ગુજરાત પ્રવાસે આવેલ આમ આદમી પાર્ટીના પીઢ નેતાઓ ગત મોડી રાતે જ અમદાવાદ આવી પહોંચ્યા હતા. જ્યાં સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં બંન્ને નેતાઓએ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.તે ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. 3 એપ્રિલનો કાર્યક્રમ: સવારે 10 વાગ્યે જશે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર ત્યાર બાદ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે સાંજે 6 વાગ્યે દિલ્હી જવા રવાના થશે. ગુજરાત માટે AAPની કેવી કવાયત? AAPના નેતાઓ વીજળીની સમસ્યા, પોલીસ ગ્રેડ પે, બેરોજગારી મુદ્દે આક્રમક થયા ખેડૂતોને સમયસર વીજળી મળે તે માટે AAPએ સક્રિયતાથી મુદ્દો ઉઠાવ્યો ગુજરાતના અનેક વિસ્તારોમાં તિરંગા યાત્રા કાઢી પંજાબમાં મળેલી જીતની ગુજરાતમાં મોટી ઉજવણી કરી દિલ્લી બાદ પંજાબ મોડેલની AAPના નેતાઓના મુખે ચર્ચા દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાત આવી રહ્યા છે સોશિયલ મીડિયા પર દિલ્લી અને પંજાબ સરકારના નિર્ણયોનો પ્રચાર ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ અંગે મનિષ સિસોદિયાએ પડકાર ફેંક્યો કોંગ્રેસના કેટલાક નેતાઓનો સંપર્ક કરી પક્ષમાં લેવાના પ્રયાસ BTP સાથે ગઠબંધન કરી આદિવાસી મત પરોક્ષ રીતે મેળવવા રણનીતિ ઘડી

Related Posts