બોલિવૂડ

કેટરિના કૈફની બેક ટુ બેક ૪ ફિલ્મો રહી ફ્લોપ, ટાઈગર ૩ની ટકી છે કેટરિનાની કિસ્મત

વર્ષ ૨૦૦૦માં રિલીઝ થયેલી ફિલ્મ બૂમથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર બોલિવુડની અભિનેત્રી કેટરીના કૈફે પોતાના કરિયરમાં ઘણી હિટ-સુપરહિટ ફિલ્મો આપી છે, જ્યારે હિટ ફિલ્મોની સાથે ફ્લોપ ફિલ્મો પણ ઘણી રહી છે. હાલમાં, તે તેની આગામી ફિલ્મ ટાઈગર ૩ને લઈને સતત ચર્ચામાં છે, જે ૧૨મી નવેમ્બર એટલે કે આવતી કાલના રોજ રિલીઝ થવા રહી છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર સલમાન ખાન સાથે ઝોયાના રોલમાં જાેવા મળશે.. ટાઈગર ૩ને ભાઈજાનના ફેન ખુબ જ એક્સાઈટેડ છે અને તે જ સમયે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરશે.

અગાઉ, જ્યારે ટાઈગર ઝિંદા હૈ વર્ષ ૨૦૧૭ માં રિલીઝ થઈ હતી, ત્યારે સલમાન કેટરિનાને લોકોને ફેન્સનો ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો અને તે સમયે પણ તે ફિલ્મ બ્લોકબસ્ટર રહી હતી. હવે ટાઈગર ૩ની આ ચર્ચા વચ્ચે, ચાલો સમજીએ કે કેટરિનાની ઘણી એવી ફિલ્મો છે સુપર ફ્લોપ રહી હતી.. ૨૦૧૭ પછી, કેટરીના પાંચ ફિલ્મોમાં જાેવા મળી, પરંતુ તે ફિલ્મ લોકો પર કોઈ ખાસ જાદુ બનાવી શકી ન હતી. તે ફિલ્મોએ ભારતીય બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી અને તેનું શું થયું તે તમે નીચે જાેઈ શકો છો. ઠગ્સ ઓફ હિન્દોસ્તાન (૨૦૧૮) – ૧૫૧.૧૯ કરોડ (ફ્લોપ) જીરો (૨૦૧૮)- ૯૦.૨૮ (ફ્લોપ) ભારત (૨૦૧૯) – રૂ. ૨૧૧.૦૭ કરોડ (સેમી-હિટ) સૂર્યવંશી (૨૦૨૧)- ૧૯૬ કરોડ (સુપરહિટ) ફોન ભૂત (૨૦૨૨) – ૧૪.૦૧ કરોડ (ફ્લોપ).. ટાઈગર ઝિંદા હૈ પછી રિલીઝ થયેલી પાંચ ફિલ્મોમાંથી કેટરિનાની માત્ર એક જ ફિલ્મ સુપરહિટ બની હતી.

તેમની એક ફિલ્મ સેમી હિટ અને ત્રણ ફિલ્મો ફ્લોપ રહી હતી. આવી સ્થિતિમાં કેટરીનાને પણ ટાઇગર ૩ પાસેથી ઘણી અપેક્ષાઓ હશે. હવે તે જાેવાનું એ છે કે આ ફિલ્મ કેટરિનાની કિસ્મતનો તારો ફરી ચમકાવે છે કે કેમ? ટાઇગર ૩ એ રૂઇહ્લ જાસૂસ બ્રહ્માંડનો ભાગ છે. આ પહેલા પઠાણ, વોર, ટાઈગર ઝિંદા હૈ અને ટાઈગર ૩ પણ આ બ્રહ્માંડમાં રિલીઝ થઈ ચૂકી છે. જાે કે આ તમામ ફિલ્મોમાં ટાઇગર ૩ સૌથી મોંઘી બજેટ ફિલ્મ છે. રિપોર્ટ્‌સ અનુસાર આ ફિલ્મ અંદાજે ૩૫૦ કરોડ રૂપિયાના બજેટમાં બની છે.

Related Posts