કેડિલાનાCMDસામેના દુષ્કર્મનો આરોપ લગાવનાર યુવતી રહસ્યમય રીતે ગુમ
અમદાવાદની જાણીતી ફાર્મા કંપનીના સીએમડી રાજીવ મોદી સામે તેમની જ કંપનીમાં કામ કરતી બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. કેડિલાના ઝ્રસ્ડ્ઢ રાજીવ મોદી સામે દુષ્કર્મના કથિત આરોપો કરવાના કેસમાં રહસ્ય વધુ ઘૂંટાઈ રહ્યું છે. આ કેસની ફરિયાદી બલ્ગેરિયન યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ છે. તેના વકીલે પોલીસને આ અંગે ઈ-મેઇલથી જાણ કરી છે.
યુવતીના વકીલે પોલીસ ફરિયાદ દાખલ કરી છે કે યુવતી તારીખ ૨૪ જાન્યુઆરી બાદથી તેના સંપર્કમાં નથી અને તે છેલ્લે ચાંદખેડાના અગોરા મોલ પાસે જાેવા મળી હતી. બલ્ગેરીયન યુવતીના ગુમ થવા અંગે વકીલે જાેઇન્ટ પોલીસ કમિશનરથી માંડીને ગ્રામ્ય એસપીને આ મામલે જાણ કરી છે. વકીલને ગત ૨૪ જાન્યુઆરી બાદથી યુવતી સાથે સંપર્ક થયો નથી. યુવતીએ વકીલ સાથે કરેલી વાતચીતનું ચેટ પણ ઇમેઇલમાં એટેચ કરાયું છે. કેટલાક લોકો તેને મારવાની કોશિશ કરતા હોવાની દહેશત યુવતીએ વકીલ સમક્ષ વ્યક્ત કરી છે.
મહત્ત્વની વાત એ છે કે એડવોકેટે દુષ્કર્મ કેસમાં જે સાક્ષીઓનાં નામ પોલીસને આપ્યાં હતાં તેમાંથી એક સાક્ષીનું તાજેતરમાં જ ેંદ્ભમાં શંકાસ્પદ મૃત્યુ થયું છે. હદને લઇને પ્રશ્ન સર્જાતા પોલીસ અધિકારીઓને ઇ-મેઇલથી જાણ કરાઇ છે. કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ ચુકી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ વિદેશી યુવતીની ફરિયાદ સોલા પોલીસે નોંધી છે. પોલીસે કેડિલા ફાર્માના માલિક રાજીવ મોદી વિરુદ્ધ ૈંઁઝ્રની કલમ ૩૭૬, ૩૫૪, ૫૦૬(૨) મુજબ ફરિયાદ નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે રાજીવ મોદી સામે ફરિયાદ નોંધવા બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ તેણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિનામાં બનેલી ઘટનાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Recent Comments