કેતકી વ્યાસે લાંચની રકમથી ૩૦૦ વિઘા કરતાં વધુ જમીન ખરીદી
સરકારી ઓફિસમાં સ્પાય કેમેરા લગાવીને આણંદ કલેક્ટર પાસેથી ફાઈલો પાસ કરાવવાના ખેલ કરનાર છડ્ઢસ્ કેતકી વ્યાસના હવે મોટા મોટા ખેલ સામે આવી રહ્યાં છે. આણંદ કલેક્ટર ડી.એસ ગઢવીની ઓફિસમાં સ્પાય કેમેરા લગાવવા મામલે પોલીસે છડ્ઢસ્ કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને હરેશ ચાવડા વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે. આણંદ કલેક્ટર કચેરીમાં લાખો રૂપિયાનો વહીવટ થતો હોવાનો ધડાકો થયો છે. નાયબ મામલતદાર જે.ડી.પટેલના ચાર એજન્ટથી ખેલ રચાતો હતો. ત્યારે આ ચારેય એજન્ટ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો આ કૌભાંડમાં કેતકી વ્યાસનું મોટું કૌભાંડ ખૂલ્યું છે. કટકીબાજ કેતકીએ લાંચની રમકથી ૩૦૦ વિધા જમીન ખરીદી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કેતકી વ્યાસ પહેલેથી અઠંગ ખેલાડી છે, તેના અનેક મોટા માથા સુધી છેડા લંબાયેલા છે. કેતકી અગાઉ પણ કાંડ કરી ચૂકી છે. અગાઉ કેતકી વ્યાસનું મહેસાણામાં પોસ્ટિંગ હતું, ત્યારે પણ તેણે અનેક કૌભાંડો આચર્યા હતા. કેતકી વ્યાસ સામે આ પહેલા પણ જમીન પ્રકરણમાં જ કાર્યવાહી કરવામાં આવી હતી. વાસ્તવમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આગોલ ગામની જમીન પ્રકરણમાં કેતકી વ્યાસ સામે ઈન્કવાયરી થઈ હતી. ત્યારે કેતકી વ્યાસ પાસે ૩૦૦ વિધાથી વધુ જમીનમ હોવાનો દાવો કરાયો છે. કેતકી વ્યાસે મહેમદાવાદ તાલુકાના અકલાયા ગામે ૩૦૦૦ વારથી વધુ જમીન ખરીદી હતી. પંરતુ કેતકી વ્યાસ ખેડૂત નથી, છતાં આ જમીન તેણે પોતાના નામે કરી છે. કેતકી વ્યાસ જ્યારે મહેમદાવાદમાં મામલતદાર હતા ત્યારે તેની સામે એફઆઈઆર થઈ છે, જે મામલો હજુ કોર્ટમાં છે. કેતકીએ પાટણના કોટાવડમાં પણ ખેડૂત હોવાનો ખોટો દાખલો આપીને જમીન ખરીદી હોવાનું કહેવાય છે. જેના પર હાલ પેટ્રોપ પંપ છે. આમ, કેતકીએ પોતના દરેક પોસ્ટીંગમાં ઢગલાબંધ કારનામા કર્યાં છે. વર્ષ ૨૦૦૭માં કેતકી વ્યાસ સામે આરોપીને ખોટી રીતે કસ્ટડીમાં રાખ્યાની ફરિયાદ થઇ હતી. તો એક આરોપી જેડી પટેલ પણ અશોક મિસ્ત્રી, દિલીપ ઝલુ,મિતેષ ભટ્ટ અને મકસુદ નામના શખ્સોના સંપર્કમાં હતો. જે.ડી.પટેલ આ તમામ લોકોની ફાઇલને પ્રાયોરિટી આપતો હોવાનું ખુલ્યું છે.
Recent Comments