કેદારનાથ યાત્રા પર ફરી સંકટકેદારનાથ યાત્રા માર્ગ પર ફરી ભૂસ્ખલન થતા ૩ નેપાળી યાત્રાળુંઓના મોત, ૮થી વધુ લોકો ગુમ
ઉત્તરાખંડના કેદારનાથ મંદિર વિસ્તાર નજીક ૩ હોટલ અચાનક ભારે વરસાદ અને પૂરના કારણે ધસી પડી હતી જેમાં મળતી માહિતી મુજબ ત્રણ નેપાળી તીર્થયાત્રીઓના મોત થયા છે અને અન્ય ૮ લોકો ગુમ થયા હોવાની જાણ થઈ રહી છે. ગુરુવારે ભારે વરસાદને કારણે કેદારનાથ તીર્થયાત્રાના માર્ગ પર ભૂસ્ખલનની ઘટના બની હતી જેમાં ઓછામાં ઓછા ત્રણ નેપાળી યાત્રાળુઓના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે અન્ય આઠ લોકો ગુમ હોવાનું જણાય રહ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ભૂસ્ખલનમાં નેપાળી નાગરિકો જ્યાં રોકાયા હતા તે આખી હોટેલ ધસી પડી હતી અને પૂરના પાણીમાં વહી ગઈ છે. પટસારી ગામ નગરપાલિકાના પ્રમુખ પુરણ સિંહ બોહરાએ જણાવ્યું હતું કે, “ઘટના પછી ગુમ થયેલા નેપાળના ૧૧ લોકોમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે
જ્યારે આઠ હજુ પણ ગુમ છે.” ત્રણેય નેપાળી શ્રદ્ધાળુઓ પટસરીના હતા. નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તા નારાયણ પ્રસાદ ભટ્ટરાઈએ જણાવ્યું હતું કે સરકારને દુર્ઘટના વિશે માહિતી મળી છે અને આ ઘટનામાં ગુમ થયેલા નેપાળી નાગરિકોને બચાવવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં ગઈકાલે રાત્રે ગૌરીકુંડ ચોકી પુલ પાસે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે ૩ દુકાનોને નુકસાન થયું છે. જિલ્લા પ્રશાસનની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ, પોલીસ ટીમ, જીડ્ઢઇહ્લ, દ્ગડ્ઢઇહ્લ અને અન્ય ટીમો ઘટનાસ્થળે પહોચી હતી. ગૌરીકુંડ પાસે મોટા ભૂસ્ખલનને કારણે ધ્વસ્ત થયેલી દુકાનોના કાટમાળ નીચે અનેક લોકો ફસાયા હોવાની પણ આશંકા છે. સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (જીડ્ઢઇહ્લ)ની ટીમે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે. રુદ્રપ્રયાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટના એક અધિકારીના જણાવ્યા અનુસાર, ભૂસ્ખલનમાં ૧૦ થી ૧૨ લોકોના દટાઈ જવાની કે વહી જવાની આશંકા છે. ગઈકાલે રાત્રે ગૌરીકુંડ ચોકી પુલ પાસે ભારે મુશળધાર વરસાદને પગલે ભૂસ્ખલનને કારણે ત્રણ દુકાનોને નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. રુદ્રપ્રયાગના એસપી ડૉ. વિશાખાએ જણાવ્યું કે ગુમ થયેલા લોકોને શોધવા માટે ઓપરેશન ચાલુ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસર દલીપ સિંહ રાજવારે એએનઆઈને જણાવ્યું કે અમને માહિતી મળી છે કે ખડકો અને ભારે વરસાદને કારણે ત્રણ દુકાનોને અસર થઈ છે. તરત જ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે લગભગ ૧૦-૧૨ લોકો ત્યાં હતા પરંતુ તેઓ હજુ સુધી શોધી શક્યા નથી.
Recent Comments