રાષ્ટ્રીય

કેનેડાના ૪૧ રાજદ્વારીઓને ભારતે કેમ હાંકી કાઢ્યાંનું વિદેશમંત્રીએ જણાવ્યું કારણ

કેનેડાના ૪૧ રાજદ્વારીઓને ભારતમાંથી પાછા મોકલવાના મામલે વિદેશ મંત્રી એસ જયશંકરની પ્રતિક્રિયા સામે આવી છે. એસ જયશંકરે કહ્યું કે કેનેડાના રાજદ્વારીઓ દ્વારા અમારા મામલામાં સતત દખલગીરી કરવામાં આવી રહી હતી. આંતરીક મામલામાં દખલ કરવાના પગલાને ધ્યાનમાં રાખીને, ભારતે, દેશમાં કેનેડાના રાજદ્વારીઓની હાજરીમાં સમાનતાની જાેગવાઈ લાગુ કરી છે.

આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે, જાે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષામાં સુધારો જાેવા મળશે તો અમે ફરીથી વિઝા આપવાનું શરૂ કરીશું.. ગયા મહિને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો જાહેર આરોપ લગાવ્યો હતો. ટ્રૂડોના આ હળહળતા આરોપ બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. આ વર્ષે જૂનમાં બાઇક પર સવાર અજાણ્યા હુમલાખોરે નિજ્જરને ગોળી મારીને હત્યા કરી હતી.. ટ્રૂડોએ લગાવેલા આરોપો પછી,

ભારતે કેનેડા સામે કડક વલણ અપનાવ્યું અને કેનેડિયન નાગરિકો માટે વિઝા આપવાની પ્રક્રિયાને અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. આની સાથેસાથે ભારતે કેનેડાને, ભારતમાં તેમના રાજદ્વારીઓની સંખ્યા ઘટાડવા માટે પણ કહ્યું હતું. આ પછી પણ કેનેડાએ ભારતના પગલાંઓ અને વિચારોને ગંભીરતાથી લીધા નથી. આ પછી વિદેશ મંત્રાલયે કેનેડાના ૪૧ રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢીને સ્વદેશ પરત ફરવાના આદેશ જાહેર કર્યા.. કેનેડાએ રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢવાના ભારતના પગલાનો ભારે વિરોધ કર્યો અને રાજદ્વારીઓની હાજરી ઘટાડવાના ર્નિણયને નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું. જેના પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે, વિયેના કન્વેન્શનમાં સમાનતા છે અને આ આંતરરાષ્ટ્રીય નિયમ છે.

ભારતે કેનેડાના રાજદ્વારીઓ સાથે સમાનતાની માંગ કરી છે, કારણ કે અમે કેનેડાના કર્મચારીઓ દ્વારા અમારી આંતરીક બાબતોમાં સતત દખલગીરીથી ચિંતિત હતા.. વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે અમારી સમસ્યાઓ કેનેડાની રાજનીતિના કેટલાક ભાગો સાથે જાેડાયેલી છે. હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતના ઘણા મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકવાદીઓ કેનેડામાં આશ્રય લઈ રહ્યા છે. આ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ભારત તરફથી વારંવાર અપીલ કરવામાં આવી છે, પરંતુ ટ્રૂડો વહીવટીતંત્રએ દરેક વખતે અભિવ્યક્તિની સ્વતંત્રતાને ટાંકીને તેને નકારી કાઢ્યું છે.

Related Posts