કેનેડામાં ભારતીય વિઝા સસ્પેન્ડ કરવા પર વિદેશ મંત્રાલયએ કહી સ્પષ્ટ વાતકેનેડા આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહ્યું છે : ભારતે ટ્રૂડો પર નિશાન સાધ્યું
ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો બગડી રહ્યા છે. મોદી સરકારે ખાલિસ્તાનીઓને આશરો આપનારા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો પર સવાલ ઉઠાવ્યા છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે કેનેડામાં આતંકવાદીઓને આશ્રય આપવામાં આવી રહ્યો છે. સવાલ એ છે કે શું ત્યાંના રાજકીય નેતૃત્વમાં આ અંગે પગલાં લેવાની હિંમત છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાત કહી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે કેનેડામાં રહેતા ભારતીય રાજદ્વારીઓને સુરક્ષા પ્રદાન કરવાની વિયેના કરાર હેઠળ કેનેડાની જવાબદારી છે અને અમે તેના પર કામ કરી રહ્યા છીએ. કેનેડિયનો માટે વિઝા રોકવા પર, વિદેશ મંત્રાલયે કહ્યું કે અમારા હાઈ કમિશનના અધિકારીઓ સામે સુરક્ષા જાેખમો છે જે તેમના કામ પર અસર કરી રહ્યા છે, તેથી અમારે વિઝા અરજીઓ અટકાવવી પડી. અરિંદમ બાગચીએ કહ્યું કે કેનેડાએ હજુ સુધી નિજ્જર કેસમાં અમારી સાથે કોઈ માહિતી શેર કરી નથી, જ્યારે કેનેડામાં હાજર ગુનેગારોને લઈને ભારતે નક્કર પુરાવા આપ્યા છે, જેના પર કેનેડાએ કોઈ કાર્યવાહી કરી નથી.
કેનેડામાં હાજર ભારતીય વિદ્યાર્થીઓ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત સરકારે એક એડવાઈઝરી જાહેર કરી છે. વિદ્યાર્થીઓએ સાવચેતી રાખવી પડશે. જાે કોઈ સમસ્યા હોય તો, ત્યાં હાજર ભારતીય હાઈ કમિશનના સંપર્કમાં રહો. કેનેડા પણ ભારતીયોને વિઝા આપવાનું બંધ કરશે કે કેમ તે પ્રશ્ન પર વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારતીયોને વિઝા આપવાનો મામલો વિદેશી સરકારના અધિકારક્ષેત્રમાં આવે છે, અમે તેના પર અત્યારે કંઈ કહી શકીએ નહીં. કેનેડા શું કરશે તે કેનેડિયન સત્તાવાળાઓ દ્વારા નક્કી કરવામાં આવશે.
Recent Comments