કેનેડામાં રહેતી ભારતીય મહિલાને ભારત બોલાવી આંબોલી ગામના યુવાને દુષ્કર્મ આચાર્યુંસોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી ૨.૯૩ લાખ કેનેડીયન ડોલર પણ પડાવી લીધા : ફરિયાદ
કેનેડામાં રહેતી એક ભારતીય મહિલા સાથે કામરેજ તાલુકાના એક યુવાને સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી ૨.૯૩ લાખ કેનેડીયન ડોલર પડાવી લઈ મહિલાને ભારત ભારત બોલાવી તેની સાથે ફરવા જવાના બહાને દુષ્કર્મ પણ આચાર્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહિલાએ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેવા તેના ગેરફાયદા પણ છે. સોશિયલ મીડિયા ઉપર મળેલા અજાણ્યા વ્યક્તિ સાથે મિત્રતા બાંધવી એક દ્ગઇૈં મહિલા માટે જાેખમી સાબિત થઇ છે.
મૂળ ભારતીય પરંતુ વર્ષોથી કેનેડામા પરિવાર સાથે વસવાટ કરતી સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના એક ગામની મહિલા સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામ થકી કામરેજના આંબોલી ગામના એક યુવાન સાથે પરિચયમા આવી હતી થોડા સમય બાદ આ પરિચય મિત્રતામા ફેવાયો હતો. મિત્રતાના વિશ્વાસે યુવકે મહિલા પાસે પૈસાની માંગી શરૂ કરી પ્રથમ ત્રણ હજાર કેનેડિયન ડોલર પડાવ્યા હતા. આ બાદ પોતાને ઘંધામા મોટુ નુકસાન હોવાનુ કહી તાપી નદીમા કૂદી જઈ આત્મહત્યા કરી લેવાની ધમકીઓ આપતા મહિલાએ ૧.૫૦ લાખ કેનેડીયન ડોલર ટ્રાન્સફર કરી આપ્યા હતા. આ દરમિયાન મહિલાના વતન ખાતે વડીલો પારજીત જમીન વેચાતા દસ્તાવેજના કામને લઇ મહિલા કેનેડામાં વસતા પોતાના ભાઈ અને બહેન સાથે ભારત આવી હતી. દિલ્હી એરપોર્ટ પર આરોપી યુવાન મહિલાને લેવા માટે ગયો હતો. અહીં એક હોટલમા આરોપી યુવકે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
મહિલા સાત દિવસ સુધી ભારત રોકાઈ હતી આ સાત દિવસ દરમ્યાન પણ યુવકે અલગ અલગ જગ્યા પર લઇ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલા કેનેડા પરત ફરી ત્યારે આરોપીએ મહિલા પાસે વધુ પૈસાની માંગણી કરી હતી અને કામ પતે એટલે તરત પૈસા પરત કરવાની બાંહેધરી આપી હતી. યુવકની વાત મા ભોળવાઈ જઈ વધુ ૧.૪૦ લાખ કેનેડીયન ડોલર યુવકના ત્રણ અલગ ખાતા ઓમ જમા કરાવ્યા હતા. થોડા સમય બાદ મહિલાએ પરત પૈસા માંગતા યુવકે બદ ઈરાદાની મહિલાને સ્પષ્ટતા કરી હતી. ઘટનાની મહિલાએ પોતાના પતિ અને પરિવારને જાણ કરતા પરિવારે ભારત આવી આરોપી યુવક વિરુદ્ધ પૈસા લઇ પાછા નહિ આપી વિશ્વાસઘાત તેમજ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Recent Comments