fbpx
રાષ્ટ્રીય

કેનેડામાં સૌથી વધુ બોલાતી ત્રીજી વિદેશી ભાષા ગુજરાતી૧૯૮૦થી અત્યાર સુધીમાં કેનેડામાં ૮૭,૯૦૦ ગુજરાતીભાષી લોકો સ્થાયી થયા છે

કેનેડામાં ઇમિગ્રન્ટો દ્વારા સૌથી વધુ બોલાતી ભાષામાં પહેલા ક્રમાંકે પંજાબી, બીજા ક્રમાંકે હિન્દી બાદ ત્રીજું સ્થાન આપણી ગુજરાતી ભાષાને મળ્યું છે. હાલમાં ઉપલબ્ધ ડેટા મુજબ ૧૯૮૦થી અત્યાર સુધીમાં કેનેડામાં ૮૭,૯૦૦ ગુજરાતીભાષી લોકો સ્થાયી થયા છે અને ૨૦૧૬થી ૨૦૨૧ના સમયગાફ્રા દરમ્યાન એમાં ૨૬ ટકાનો વધારો નોંધાયો છે. આ સમયગાફ્રા દરમ્યાન પંજાબી બોલતા લોકોની સંખ્યા ૭૫,૪૭૫ અને હિન્દી બોલનારા લોકોની સંખ્યા ૩૫,૧૭૦ વધી હતી, પણ ગુજરાતી બોલનારા લોકોની સંખ્યા ૨૨,૯૩૫ જેટલી વધી હતી.

મલયાલમ અને બંગાફ્રી બોલનારા લોકોની સંખ્યા અનુક્રમે ૧૫,૪૪૦ અને ૧૩,૮૩૫ રહી હતી. ૨૦૧૧થી ૨૦૨૧નાં ૧૦ વર્ષના સમયગાફ્રામાં ગુજરાતીઓની સંખ્યામાં ૨૬ ટકાનો વધારો થયો હતો. ૧૯૯૧થી ૨૦૦૦ વચ્ચે ૧૩,૩૬૫ ગુજરાતીભાષી લોકો કેનેડામાં સ્થાયી થયા હતા. ૨૦૦૧થી ૨૦૧૧ વચ્ચે આ આંકડો વધીને ૨૯.૬૨૦ થયો હતો અને ૨૦૧૧થી ૨૦૨૧ વચ્ચે એ વધીને ૩૭,૪૦૫ થયો હતો. પંજાબી બોલનારાઓની સંખ્યા ૨૨ ટકા વધી હતી, પણ હિન્દીભાષી લોકોની સંખ્યા ૧૧૪ ટકા વધી હતી.

વિદેશમાં સ્થાયી થવા માગતા ગુજરાતીઓનું કેનેડા હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. વિદેશમાં સૌપ્રથમ તો જાે તમને જણાવીએ અમેરિકામાં વીઝા પ્રોસેસ લાંબી ચાલે છે અને યુનાઇટેડ કિંગડમ, ઓસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલેન્ડમાં ઘણા પ્રતિબંધ આવ્યા છે. આથી લોકો કેનેડા જવાનું વધારે પસંદ કરે છે. કેનેડામાં પર્મનન્ટ રેસિડન્સી વીઝા પ્રોસેસ સરફ્ર છે અને ઓછી શૈક્ષણિક યોગ્યતામાં પણ વીઝા મફ્રી જાય છે. સ્ટુડન્ટ વીઝા સરફ્રતાથી મફ્રે છે.

જાેકે હાલમાં કેનેડાએ ઇમિગ્રેશન પોલિસીમાં સુધારા કર્યા હોવાથી પર્મનન્ટ રેસિડન્સી મેફ્રવવા માટે પૂછપરછ કરનારા લોકોમાં ૮૦ ટકાનો ઘટાડો નોંધાયો હોવાનું અમદાવાદના એક વીઝા કન્સલ્ટને જણાવ્યું હતું. ૨૦૧૧થી ૨૦૨૧ વચ્ચે કેનેડામાં સ્થાયી થનારા લોકોમાં કચ્છી ભાષા બોલનારાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. ૨૦૦૧થી ૨૦૧૧ વચ્ચે કચ્છી બોલનારા ૪૬૦ લોકો કેનેડામાં સ્થાયી થયા હતા, પણ ૨૦૧૧થી ૨૦૨૧ વચ્ચે કચ્છી બોલનારા ઇમિગ્રન્ટની સંખ્યા ઘટીને ૩૭૦ થઈ હતી.

Follow Me:

Related Posts